Sat,16 November 2024,9:03 pm
Print
header

આ છે ગુજરાત મોડલ ! 55 ટકા છોકરીઓ અને 41 ટકા છોકરાઓ ધો.12 સુધી પહોંચતા જ નથી- Gujarat Post

સરકારની શિક્ષણ વ્યવસ્થા પર ઉભા થયા સવાલ 

(Demo Pic)

અમદાવાદઃ ગુજરાત મોડલની દેશભરમાં ખૂબ જ ચર્ચાઓ થાય છે પરંતુ વાસ્તિવકતા કઈંક અલગ જ છે. નેશનલ ફેમિલિ હેલ્થ સર્વે (NFHS)-5ના રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે. 2019-21 દરમિયાન કરવામાં આવેલા સર્વે મુજબ ગુજરાતમાં ભણવાનું શરૂ કરનારી 100માંથી માત્ર 45 છોકરીઓ જ ધોરણ 12 સુધી પહોંચી શકે છે.

સર્વે મુજબ છોકરાઓમાં પણ પ્રમાણ ચિંતાજનક છે. 100માંથી માત્ર 59 છોકરા જ ધોરણ 12 સુધી પહોંચી શકે છે. સર્વે મુજબ 6-17 વર્ષના 82 ટકા બાળકો સ્કૂલે જાય છે. જેમાંથી 87 ટકા શહેરી વિસ્તારમાં અને 79 ટકા ગ્રામીણ વિસ્તારમાં છે. 2005-06ની સરખામણીએ આ સર્વેમાં હાજરીનું પ્રમાણ પણ વધ્યું છે.

નિષ્ણાતોના કહેવા મુજબ ડ્રોપઆઉટના અનેક કારણો હોઇ શકે છે. જેમાં પાણી અને સેનિટાઇઝેશન મુખ્ય છે. સ્કૂલોમાં અલગ શૌચાલયની સુવિધા ન હોવાથી પણ આ પ્રશ્ન વધારે જોવા મળે છે. જેને લઇને હવે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch