Sun,17 November 2024,3:58 pm
Print
header

વિદ્યાર્થીઓને લઇને મોટા સમાચાર, ઓગસ્ટમાં જ ધોરણ 8 થી 11 ના વર્ગો શરૂ કરવા સરકારની વિચારણા

બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં શિક્ષણ મંત્રી દ્વારા વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવશે

ખાનગી શાળાઓના સંચાલકોએ વિવિધ જિલ્લાઓમાં શાળા શરૂ કરવા માટે રજૂઆત કરી છે

શાળાના સંચાલકોની રજૂઆતને આધારે સરકાર નિર્ણય લઇ શકે છે

અમદાવાદઃ હવે ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ખુબ ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાતમાં લગભગ તમામ વેપાર ધંધા અને એકમો અનલોક થઇ ગયા છે. જો કે હજુ પણ ધોરણ 1 થી 8 અને ધોરણથી 11 ના વર્ગો શરૂ નથી થયા. જેથી ખાનગી શાળાના સંચાલકોએ શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી કે હવે જ્યારે હવે ખાનગી ટ્યૂશન ક્લાસ શરૂ થઇ ગયા છે, ધોરણ 12ના વર્ગો પણ શરૂ થયા છે. જેથી ધોરણ 1 થી 9 અને 11 ના વર્ગો શરૂ કરવામાં આવે. જેથી શિક્ષણ કાર્ય નિયમિત બને. આ રજૂઆતને આધારે સરકાર આગામી કેબિનેટની બેઠકમાં ધોરણ 8 થી 11ના વર્ગો શરૂ કરવા અંગે વિચારણા કરી રહી છે.

જેમાં 15 ઓગસ્ટથી ધોરણ 8 થી 11 ના વર્ગો 50 ટકાની ક્ષમતા સાથે શરૂ કરવા માટેની જાહેરાત થઇ શકે છે. પરંતુ નિષ્ણાંત તબીબોએ સરકારને સૂચન કર્યું છે કે જ્યાં સુધી 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને વેક્સીનેશન ન થાય ત્યાં સુધી શાળાઓ શરૂ ન કરવી. જો કે હજુ 18 વર્ષ સુધીના બાળકો માટે વેક્સીન માર્કેટ આવતા ઘણો સમય લાગે તેમ હોવાથી સરકાર પણ મુંઝવણમાં છે. સોમવારે રાજકોટમાં શાળાઓના સંચાલકોએ જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી કે હવે વર્ગો શરૂ કરવામાં આવે, હાલ ગુજરાતમાં સ્વીમીંગ પુલ, થિયેટર, ટ્યૂશન ક્લાસ અને યાત્રાધામો પણ શરૂ થયા છે. પરંતુ વર્ગો શરૂ થયા નથી. શાળાના સંચાલકોની રજૂઆતને પગલે સરકાર 8 થી 11ના વર્ગો શરૂ કરી શકે છે. જો કે ધોરણ 1 થી 7 સુધીના વર્ગો શરૂ થવાની શક્યતા ખુબ ઓછી છે. બુધવારે સાંજ સુધીમાં સરકારે 8 થી 11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch