Sat,16 November 2024,2:22 pm
Print
header

Breaking News- ગુજરાતમાં આ તારીખથી ધોરણ 1થી 9ની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ ફરી થશે શરૂ- Gujarat post

ગાંધીનગરઃ રાજ્ય સરકારે(Gujarat) ધોરણ 1થી 9ના ઓફલાઈન વર્ગો ફરીથી શરૂ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jitu vaghani)એ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યાં બાદ આ નિર્ણય કરાયો છે.

કોરોનાના કેસો ઓછા થતા વિદ્યાર્થીઓને અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. 07-2-2022થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1 થી 9નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી અને કોરોનાના વધતા ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. જોકે, ફરી એકવાર કોરોના સંક્રમણ ઘટતાં કેન્દ્ર સરકારે રાજ્યોને સ્કૂલો ખોલવા મુદ્દે જાતે નિર્ણય લેવા માટે કહ્યું હતું. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ફરીથી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમજ વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ માટે સ્કૂલોએ વાલીઓની સંમતિ લેવાની રહેશે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. શુક્રવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 6097 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 57521 પર પહોંચી ગયો છે. 248 લોકો વેન્ટીલેટર પર છે. 57273 લોકો સ્ટેબલ છે. 

https://twitter.com/jitu_vaghani/status/1489934358991765507

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch