Sun,17 November 2024,1:35 pm
Print
header

ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ધો 6 થી 8ના વર્ગો ? જાણો શિક્ષણમંત્રી ચૂડાસમાએ શું કહ્યું ?

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના કાબુમાં આવી ગયો છે. કોલેજો અને ઉચ્ચતર માધ્યમિકના વર્ગો શરૂ થઈ ગયા છે. કોરોનામાં લોકડાઉન, કર્ફ્યૂં, નિયંત્રણો બાદ ધીમે ધીમે જનજીવન થાળે પડી ગયું છે. આ દરમિયાન સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ રહી છે. ગુજરાતની વિજય રૂપાણી સરકાર હવે ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાની વિચારણા કરી રહી છે.આ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ મોટી જાહેરાત કરી છે.

ચૂડાસમાએ નિવેદન આપ્યું કે ધોરણ 9થી 12 ના વર્ગો શરૂ કર્યાં બાદ હવે 6થી 8ના વર્ગો  શરૂ કરવાની તૈયારી છે. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. કોર કમિટીની બેઠક બાદ 6થી 8 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાશે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ ૮,૧૪,૫૯૫ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે સાજા થવાનો દર ૯૮.૭૫% છે.રાજ્યમાંથી હાલ અમદાવાદમાં સૌથી વધુ ૬૭, વડોદરામાં ૪૪ અને સુરતમાં ૨૨ એક્ટિવ કેસ છે. વધુ ૬૧૮૧૯ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૨.૫૬ કરોડ થયો છે.  ગુજરાતમાં કોરોનાના ૩૦ થી ઓછા કેસ નોંધાવવાનો ક્રમ સળંગ છઠ્ઠા દિવસે યથાવત્ રહ્યો હતો. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨ કેસ નોંધાયા હતા જ્યારે સળંગ ૧૫માં દિવસે એકપણ મૃત્યુ નોંધાયું નથી. અરવલ્લી, છોટા ઉદેપુર, પોરબંદર, તાપી અને ખેડા એમ પાંચ જિલ્લાઓમાં હાલ કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch