Tue,17 September 2024,12:40 am
Print
header

ગુજરાતમાં ભ્રષ્ટ બાબુઓની હવે ખેર નથી...સંપત્તિ જપ્ત કરવાને લઇને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં બહુમતીથી પાસ કરાયું

વિધાનસભાના ચોમાસું સત્રમાં મહત્વનું બિલ પાસ કરાયું

ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ સામે પણ થશે તપાસ

ભ્રષ્ટાચારીઓ સામે આવશે લગામ, હવે સંપત્તિ ઝડપથી થશે જપ્ત, કેસ ચાલશે સ્પેશિયલ કોર્ટમાં

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે વિધાનસભા ગૃહમાં અતિ મહત્વનું સ્પેશિયલ કોર્ટ બિલ પાસ કર્યું છે, જેમાં હવે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાયદાનો સકંજો આવશે, સ્પેશિયલ કોર્ટ બિલની ચર્ચામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કળિયુગના દાનવોના નાશ માટેનો આ કાયદો મહત્વનો છે, બિલના સમાચાર સાંભળી અનેક ગુનેગારોમાં દ્વારકાધીશના સુદર્શન અને મહાદેવના ત્રિશૂલથી ભય પેદા થાય તેવો ભય અહીં પેદા થયો છે.

શું છે આ મહત્વના બિલમાં ?

અત્યાર સુધી ભ્રષ્ટાચારીઓની સંપત્તિ જપ્ત કરવામાં અને કેસ ચાલવામાં ઘણો વિલંબ થતો હતો, પરંતુ હવે આ બિલની જોગવાઇઓ મુજબ રાજ્યમાં ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓની સંપત્તિ ઝડપથી જપ્ત કરી શકાશે અને ACBના કેસો સ્પેશિયલ કોર્ટમાં ચલાવવામાં આવશે, જેથી જે તે કેસના ચૂકાદા પણ વહેલા આવશે અને ભ્રષ્ટાચારીઓને સજા મળશે. આ બિલ હેઠળ એસપી કક્ષાના અધિકારીઓને તપાસ સોંપવામાં આવશે, જેમાં કોઇ પણ કર્મચારી, અધિકારી, ખાનગી વ્યક્તિ કે કંપની સામે કાર્યવાહી કરી શકાશે અને ભ્રષ્ટાચારથી વસાવેલી તેમની સંપત્તિ જપ્ત કરી શકાશે.

ખોટી રીતે કમાવેલા પૈસાથી જે તે આરોપીએ તેના સગા સંબંધી કે નજીકના વ્યક્તિના નામે કોઇ જમીન, ઓફિસ કે અન્ય મિલકતો ખરીદી હશે તે પણ જપ્ત કરાશે. આજકાલ ખાસ કરીને બાબુઓ પોતાના સગા સબંધીઓના નામે મિલકતો ખરીદી રહ્યાં છે અને ભ્રષ્ટાચારનો પૈસો અહીં નાખી રહ્યાં છે, તેના પર હવે લગામ આવી જશે. એક કરોડ રૂપિયાથી વધુ સંપત્તિના કેસોની તપાસ આ નવા બિલ હેઠળ કરાશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch