Sat,16 November 2024,4:07 pm
Print
header

સરકારી નોકરી ઇચ્છુકો માટે મોટા સમાચાર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ કરશે આટલા તલાટીની ભરતી- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા ભાજપ સરકાર રાજ્યમાં રોજગારી વધારવા પુરા પ્રયાસ કરીને યુવાનોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે, સ્કૂલોમાં વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત બાદ હવે ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે પંચાયત વિભાગમાં ભરતીની મોટી જાહેરાત કરી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં 3437 જગ્યાઓ પર તલાટી (ક્લાસ-3) ની ભરતી કરવાનો મોટો નિર્ણય લેવાયો છે. જેમાં 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચે ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

ઉમેદવારોની લાયકાત અને ભરતી ફોર્મ સહિતની અન્ય માહિતી www. ojas.gujarat.gov.in પર જોઇ શકશો. જનરલ કેટેગરીના ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 36 વર્ષની વચ્ચે હોવી જોઇએ, જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 100 રૂપિયા પરીક્ષા ફી નક્કિ કરવામાં આવી છે. અન્ય માટે કોઇ ફી ભરવાની થતી નથી. ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષા પાસ કર્યાંના પ્રમાણપત્રો અને કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે. 

ભરતીની વધુ માહિતી નીચેની વેબસાઇટ પર મુકવામાં આવશે.

www. ojas.gujarat.gov.in 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch