Sun,17 November 2024,7:29 am
Print
header

રાજ્યના આ વિસ્તારના લોકોએ બપોરે વીજળી વગર રહેવું પડશે, જાણો- શું છે કારણ

ગાંધીનગરઃ વર્ષો પછી હવે ઉત્તર ગુજરાતના લોકોએ કેટલોક સમય વીજળી વગર જ કાઢવો પડશે. વીજ કંપની UGVCLએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે જ્યાં સુધી કોલસાની અછત પુરી નહીં થાય ત્યાં સુધી ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં બપોરના સમયે લાઇટ મળશે નહીં, લોકોએ હવે આ સ્થિતી માટે ટેવાઇ જવું પડશે.

6 જિલ્લાઓ ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ( UGVCL) માં  બપોરના સમયે વીજકાપ રહેશે. વીજ કંપની UGVCLએ સરપંચોને આ અંગે જાણ કરી છે. કોલસાની અછત પુરી ન થાય ત્યાં સુધી બપોરના સમયે કેટલાક કલાકો વીજકાપ રહેશે. આની વીજકાપની સ્થિતી ગુજરાતમાં વર્ષો પહેલા હતી અને હવે ફરીથી ઉત્તર ગુજરાતની જનતાએ આ સ્થિતીનો સામનો કરવો પડશે, જો કે કેટલો સમય માટે આ વીજકાપ રહેશે તેની હજુ સુધી કંપનીએ કોઇ સ્પષ્ટતા કરી નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch