Fri,20 September 2024,7:07 pm
Print
header

CBI ના દરોડા- અમેરિકનોને ઠગતા કોલ સેન્ટરો પર તવાઇ, ગુજરાત સહિતના આ રાજ્યોમાંથી મળી મોટી રકમ

ગેરકાયદેસર કોલ સેન્ટરના કેસમાં રૂ.2 કરોડથી વધુ રકમ મળી આવી

CBI ને ડોલર અને ક્રિપ્ટો કરન્સી મળી આવી

ખાસ કરીને વિદેશીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાયા હોવાના પુરાવા

કોલ સેન્ટરથી અમેરિકન નાગરિકોને પણ ઠગી લેવામાં આવ્યાં

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી કેટલીક ગેંગો દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઇ રહી છે, જેમાં નકલી કોલ સેન્ટરોમાંથી મોટા ભાગની છેતરપિંડી થઇ રહી છે, ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને કેટલાક લોકો આ ગોરખધંધા કરી રહ્યાં છે, જેમાં સીબીઆઇએ ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 24 સ્થળો પર દરોડા પાડ્યાં છે, આ તમામ જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ દરોડામાં સીબીઆઇના અધિકારીઓને 2.2 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે અને હજુ દરોડાની કામગીરી ચાલી રહી છે, કેટલાક શખ્સોની અટકાયત પણ કરાઇ છે, જેઓ આ કોલ સેન્ટરો ચલાવી રહ્યાં હતા, જેઓ લોન, ટેક્સના કેસ સહિતના મુદ્દાઓ પર વિદેશીઓને ઠગી રહ્યાં હતા.

ખાસ કરીને આરોપીઓ અહીંથી અમેરિકા જેવા દેશોમાં લોકોને કોલ કરીને તેમની પાસેથી ખોટી રીતે ડોલર પડાવી રહ્યાં છે. સીબીઆઇએ આ તમામ સ્થળો પર રેડ કરી છે અને ડિઝિટલ સામગ્રી, મોબાઇલ અને કોપ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કોલ સેન્ટર કેસમાં સુશીલ સચદેવાનું નામ સામે આવ્યું છે, સીબીઆઇ દ્વારા ટૂંક સમયમાં વધારે માહિતી જાહેર કરવામા આવી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch