Fri,01 November 2024,12:52 pm
Print
header

કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર ગેસ સિલિન્ડર લઈને ગયા મત આપવા, મોદીએ કહ્યું મતદાન ચોક્કસથી કરજો

અમરેલીઃ 89 બેઠકો પર આજે ભાજપ, આપ અને કોંગ્રેસ સહિતના ઉમેદવારોના ભાવિ નક્કિ થશે. ગુજરાતના રાજકારણમાં નવો પ્રવેશ કરનારી આમ આદમી પાર્ટીના ઉમેદવારો પ્રથમ તબક્કાની 89 બેઠકો પર પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. આ 89 માંથી 48 બેઠકો પર 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી, કોંગ્રેસે 40 બેઠકો જીતી હતી,એક બેઠક અપક્ષને મળી હતી. આજે ચૂંટણીના દિવસે પીએમ મોદીએ વધુમાં વધુ મતદાન કરવા જનતાને અપીલ કરી છે.

રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં મતદાન કરતા પહેલા પોતાના નિવાસસ્થાને પૂજા-અર્ચના કરી હતી.

અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સાયકલ પર સિલિન્ડર લઈને મતદાન કરવા ગયા હતા અને તેમને મોંઘવારીને લઇને મોદી સરકારનો વિરોધ કર્યો હતો.

કોઈ મુશ્કેલી નથી- રીવાબા જાડેજા

ભાજપના ઉમેેદવાર રીવાબા જાડેજાએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતુ કે તેમને કોઈ મુશ્કેલી નથી. એક જ કુટુંબમાં જુદી જુદી વિચારધારાના લોકો હોઈ શકે છે. મને જામનગરની જનતા પર વિશ્વાસ છે, અમે સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું ભાજપ સારા અંતરથી જીતશે. તેઓ જામનગર ઉત્તરથી ચૂંટણી લડી રહ્યાં છે. 

તમારે મત આપવો જ જોઇએ: વિજય રૂપાણી

હું લોકોને અપીલ કરું છું કે તમે મત આપવા પહોંચજો, મને વિશ્વાસ છે કે 7મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ વખતે ભાજપના ઉમેદવારે સારો પ્રચાર કર્યો હોવાથી રાજકોટની ચારેય બેઠકો પર ભાજપ જંગી બહુમતીથી વિજય મેળવશે.

ભાજપના ઉમેદવારે કર્યું મતદાન

મોરબીના નીલકંઠ વિદ્યાલયમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ મતદાન કર્યું હતુ, જેઓ મોરબી પુલ દુર્ઘટનામાં નદીમાં ઉતરીને લોકોને બચાવતા નજર આવ્યાં હતા.

પરિવર્તન થતુ રહેવું જોઈએ: સી.આર.પાટીલ

દરેક જગ્યાએ કંઈને કંઈ નવું પરિવર્તન થતુ હોય છે. પાર્ટીએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યાં હતા, પછી ભૂપેન્દ્ર પટેલ આવ્યાં, રૂપાણીએ ચૂંટણી લડવાની પોતે જ ના પાડી હતી. તેમને જગ્યાએ અન્ય ચહેરાને સ્થાન મળ્યું છે.

લોકોએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું છે: કનુ દેસાઈ

ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે, લોકોએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું છે. ભાજપ પર વિશ્વાસ છે અને રાજ્યમાં આગળ વિકાસ થશે. ગુજરાતમાં પાછી ભાજપની સરકાર બનશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch