Fri,01 November 2024,3:04 pm
Print
header

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન, જાણો ફોર્મ ભરવાની અને પાછું ખેચવાની અંતિમ તારીખો- Gujarat Post News

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કાઓમાં મતદાન થશે અને 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે, ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી જાહેર કરી છે.

સોરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 19 જિલ્લાઓની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓની 93 બેઠકો પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર હશે, અને ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે.

બીજા તબક્કા માટે ઉમેદવારો તારીખ 17 નવેમ્બરથી ફોર્મ ભરી શકશે અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર હશે. 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામો જાહેર થશે. ચૂંટણીની તારીખો જાહેર થતા જ ગુજરાતમાં આપ, ભાજપ અને કોંગ્રેસમાં બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે.ભાજપ ટૂંક સમયમાં જ તેના ઉમેદવારોની યાદી જાહેર કરશે. જે માટે આજે કમલમમાં બેઠકોનો દૌર ચાલી રહ્યો છે.

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch