Sat,16 November 2024,6:08 pm
Print
header

ગુજરાત સરકારની જાહેરાત, 3 હજાર વિદ્યા સહાયકોની કરાશે ભરતી- Gujarat post

ગાંધીગરનઃ રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતીઓના કૌભાંડો વચ્ચે ભાજપ સરકારે નવી ભરતી કરીને રોજગારી વધારવા નવી જાહેરાત કરી છે, જે મુજબ આગામી સમયમાં રાજ્યની સ્કૂલોમાં 3 હજાર વિદ્યા સહાયકોની ભરતી કરાશે, રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ આ જાહેરાત કરી છે. જેથી હવે ટેટ પાસ ઉમેદવારો માટે નોકરી માટેનો મોટો મોકો પણ છે.

ધોરણ 1થી 5 માં 1300 અને ધોરણ 6 થી 8માં 2 હજાર વિદ્યા સહાયકોની ભરતી કરાશે. વિદ્યાસહાયકોની આ ભરતીમાં દિવ્યાંગોના ક્વોટાની ટકાવારી 3 ટકાથી વધારીને 4 ટકા કરવામાં આવશે. જેથી વધુમાં વધુ દિવ્યાંગોને નોકરીનો લાભ મળી શકશે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ માટે તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. જેને લઇને હવે અનેક બેકાર યુવાનોને રોજગારી મળશે. સાથે જ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ ઓછી થશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch