Fri,15 November 2024,3:12 pm
Print
header

રાજ્યમાં શીતલહેરની આગાહી, આગામી 5 દિવસોમાં ઠંડા પવનો સાથે પડશે કડકડતી ઠંડી

અમદાવાદ: રાજ્યમાં આગામી 5 દિવસ કડકડતી ઠંડીની  હવામાન વિભાગે આગાહી કરી છે. મંગળવારથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસરથી ગુજરાતમાં ઠંડી વધી છે. 

અમદાવાદ સહિતના મોટભાગના શહેરોમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું હતું. લોકો ગરમ કપડામાં લપેટાઇને રાત્રે તાપણાં કરતાં જોવા મળ્યાં હતા. વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવા વર્ષની શરૂઆતમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીમાં રાજ્યમાં માવઠું થઈ શકે છે. જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયા વાતાવરણની સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. માવઠાને કારણે ખેતીના પાકને અસર થઈ શકે છે, આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch