Sun,17 November 2024,3:16 am
Print
header

ગુજરાતમાં ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી, જાણો કઇ તારીખે થશે માવઠું

માવઠું થાય છે તો ખેડૂતોના પાકને નુકસાનનો ડર

અમદાવાદ: હાલ ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. બીજી તરફ અરબી સમુદ્રમાં લો પ્રેશર સાથે સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ડેવલપ થતા આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની ખાનગી સંસ્થાએ આગાહી કરી છે. અમદાવાદમાં 6 નવેમ્બરે કમોસમી વરસાદ પડી શકે છે.ગઇ રાત્રે અમદાવાદમાં 14.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 

ઠંડા પવનને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી બેથી ત્રણ દિવસ સુધી શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. અમદાવાદમાં 6 નવેમ્બરે ભાઇબીજના દિવસે કમોસમી વરસાદ પડી શકે છે. નવી સિસ્ટમને કારણે પવનની દિશા ઉત્તર-પૂર્વથી બદલાઇ દક્ષિણ-પશ્ચિમની થતાં લઘુત્તમ તાપમાન વધશે. ત્યારે જો માવઠું થશે તો ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch