Sat,21 September 2024,8:45 am
Print
header

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એર્લટ, જાણો- હજુ ગુજરાતમાં ક્યાં સુધી મેઘરાજા બોલાવશે ધબધબાટી

હવામાન વિભાગની રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ

અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં હજુ બે દિવસ વરસાદની શક્યતા છે. ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આજે અમદાવાદ સહિતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું  છે. ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 22-23 તારીખે વરસાદનું જોર રહ્યાં બાદ તેમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, દીવ,  અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. 23મી જુલાઈએ વરસાદનું જોર ઘટશે. 24મી તારીખે વરસાદમાં ભારે ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

22 અને 23 તારીખે અમદાવાદમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે. કેટલાક ભાગોમાં સવારથી ઝરમર ઝરમર વરસાદ પણ થઈ રહ્યો છે. હાલ રાજ્ય પર પૂર્વ-પશ્ચિમ ટ્રોફના કારણે વરસાદી માહોલ છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બનતા ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. જેથી મેઘરાજા હજુ 3 દિવસ રાજ્યને ઘમરોળશે.

વલસાડ જિલ્લાના કપરાડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. અહીં 24 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.ખંભાળિયામાં 8.2 ઈંચ વરસાદ, વિસાવદરમાં 8 ઈંચ, પારડી અને ધરમપુરમાં 4-4 ઈંચ, ઉમરગામમાં 3.7 ઈંચ, ડોલવણમાં 3.2 ઈંચ, વલસાડમાં 3.1 ઈંચ, કલ્યાણપુરમાં 3.1 ઈંચ, મહુવામાં 3 ઈંચ, પેટલાદમાં 2.1 ઈંચ, જૂનાગઢમાં 2.1 ઈંચ, જાંબુઘોડા અને તાલાલામાં 2-1 ઈંચ, નવસારી, પાદરા, ધોરાજી, બોરસદ, સાંથલપુર 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch