Fri,15 November 2024,10:28 am
Print
header

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, 4 માર્ચ પછી પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે

ફાઇલ ફોટો 

અમદાવાદઃ રાજ્યના કેટલાંક ભાગોમાં ભારે પવન સાથે કરા પડવાની હવામાન વિભાગે  આગાહી કરી છે. 4 માર્ચ બાદ હવામાન પલટો આવી શકે છે, ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં 4થી 8માર્ચ દરમિયાન માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. માર્ચ મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થઈ શકે છે.

વડોદરા, આણંદ, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સમી, હારિજ, કડી, બેચરાજી,  વિસનગર, સિદ્ધપુર, વડનગરમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. 14 માર્ચથી 19 મી સુધી અને એ પછી પણ હવામાનમાં પલટો આવશે, તેને કારણે કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે 20, 21 માર્ચ દરમિયાન ગરમી વધશે. 

દેશમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ થઈ શકે છે. 2 માર્ચ સુધી દેશમાં ઉત્તરીય પર્વતીય ભાગો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, યુપી સહિતના રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch