Sat,16 November 2024,6:57 pm
Print
header

અંબાલાલ પટેલની આગાહી, જાણો ગુજરાતના કયા વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ

અમદાવાદઃ રાજ્ય આખુ શીતલહેરમાં ઠુઠવાઇ રહ્યું છે ત્યારે અંબાલાલ પટેલે કરેલી કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે અને અંબાલાલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયુ છે. 5 થી 8 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની વકી છે.

બનાસકાંઠા, મોડાસા,અમરેલી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, અરવલ્લી, ભાવનગર, રાજકોટ, જામનગર સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણમાં ઠંડીનું જોર પણ વધશે.5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. વારંવાર માવઠુ થતા ખેડૂતોને શિયાળુ પાક બગડવાની ચિંતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે, રાજ્યમાં સુરત, વલસાડ અને મહુવા સૌથી ગરમ અને નલિયા 10.1 ડીગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch