Sun,17 November 2024,6:06 pm
Print
header

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો, દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતી ફિલ્મો, નાટકોના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણ ના નામનો સિક્કો ચાલતો હતો તેમ ગુજરાતી ફિલ્મોના વિલનમાં એવો જ દબદબો અરવિંદ રાઠોડે રાખ્યો હતો. અનેક ગુજરાતી ફિલ્મો નાટકો અને સિરીયલોમાં કામ કરનારા અરવિંદ રાઠોડનું આજે નિધન થયું છે.

અરવિંદ રાઠોડ 1967 માં વિનોદ જાનીના નાટક પ્રીત પિયુ ને પાનેતરમાં કામ કરવા મુંબઈ આવ્યાં હતા તેમને અહીં ફોટો-જર્નલિસ્ટ તરીકે કામ કર્યું હતુ સાથે જ રાજ કપૂરની સુપરહીટ ફિલ્મ મેરા નામ જોકરમાં પણ નાનકડો રોલ કર્યો હતો તેમને 250 જેટલી ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં કામ કર્યું છે. તેમના પિતા દરજી કામ કરતા હતા.

1967-68માં વિનોદ જાનીના નાટક ‘પ્રીત પિયુ ને પાનેતર’ ના કારણે તેઓને મુંબઈ આવવાનું થયું હતું. તેઓ ફોટો જર્નાલિસ્ટ તરીકતે મુંબઈમાં કામ કરતાં હતા ત્યારે રાજકપૂરે તેઓને જોયા અને ‘મેરા નામ જોકર’ માં એક નાનકડી ભૂમિકા આપી અને ત્યારથી ફિલ્મના પડદા સાથે તેઓ જોડાયા હતા. તેમણે સતત 46 ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી.

ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેઓએ ‘મેરા નામ જોકર’, ‘કોરા કાગઝ’, ‘અગ્નિપથ’ અને ‘ખુદાગવાહ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ રોલ કર્યો છે. મુંબઈનાં ગુજરાતી નાટકોમાં પણ તેઓએ ભૂમિકા ભજવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch