Thu,21 November 2024,11:59 am
Print
header

Fact Check: સ્વ.રતન ટાટાએ ભારતીય સેનાને 2500 બુલેટપ્રૂફ કાર દાનમાં આપી હોવાનો દાવો, જાણો સત્ય

Gujaratpost Fact Check: સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા વીડિયો અને ફોટો વાયરલ થાય છે. આમાંથી ઘણા વીડિયો અને ફોટા ખોટા દાવા સાથે અપલોડ કરવામાં આવે છે. આ વીડિયો અને ફોટાને સાચા માનીને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ તેને તેમની ટાઈમલાઈનમાં શેર કરે છે. Gujaratpost Fact Check ચેક ટીમ આવી ભ્રામક અને નકલી પોસ્ટની સત્યતા ચકાસવા માટે કામ કરે છે.

શું વાયરલ થઈ રહ્યું છે ?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને 2500 બુલેટપ્રૂફ સ્કોર્પિયો કાર આપવામાં આવી છે. આ બુલેટપ્રૂફ સ્કોર્પિયો કાર પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વ.રતન ટાટા દ્વારા દાનમાં આપવામાં આવી છે. કંચન સિંહ તોમર નામના ફેસબુક યુઝરે 27 સપ્ટેમ્બરના રોજ 4 મહિન્દ્રા સ્કોર્પિયોના ફોટાનો કોલાજ અપલોડ કર્યા છે. આ વાહનોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને આદરણીય રતન ટાટા દ્વારા દાનમાં આપવામાં આવેલી 2500 બુલેટપ્રૂફ સ્કોર્પિયોઝ મળી છે. દેશની સેનાને ખૂબ ખૂબ અભિનંદન. માતા ભારતીના આ લાડકા પુત્રો વિશે કોણે આટલું વિચાર્યું ? દેશના સાચા પુત્ર અને મહાન વ્યક્તિ રતન ટાટાજીનો ખૂબ ખૂબ આભાર.

શું છે વાયરલ પોસ્ટનું સત્ય ?

Gujaratpost Fact Check ટીમે આ વાયરલ પોસ્ટની તપાસ કરી છે. ટીમે સૌથી પહેલા ગુગલમાં વાયરલ પોસ્ટથી સંબંધિત કીવર્ડ સર્ચ કર્યા. Gujaratpost Fact Check ટીમને રતન ટાટા અને ભારતીય સેનાને દાનમાં આપવામાં આવેલી 2500 કાર વિશે ક્યાંય પણ કોઈ માહિતી મળી નથી. આ પછી ટીમે ગુગલ રિવર્સ ઈમેજીસ દ્વારા આ ફોટોઝ સર્ચ કર્યા હતા. આ પછી આ ફોટા Zig Wheels (zigwheels.com) નામની વેબસાઈટ પર દેખાયા હતા. જ્યાં આ ફોટા સાથે આખો લેખ લખવામાં આવ્યો હતો. આ લેખની હેડલાઇન છે મહિન્દ્રા રક્ષક પ્લસ 2012 ડિફેન્સ એક્સ્પો 2012.

આ સાથે આ લેખમાં જણાવવામાં આવ્યું હતું કે મહિન્દ્રાએ દિલ્હીમાં આયોજિત 2012 લેન્ડ, નેવલ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સ ડિફેન્સ એક્સપોમાં વિવિધ આર્મર્ડ વાહન ઉત્પાદકો સાથે તેના લેવલ 3 આર્મર્ડ રક્ષક પ્લસનું પ્રદર્શન કર્યું હતું. આ લેખમાં ક્યાંય એવું નથી લખ્યું કે રતન ટાટાએ ભારતીય સેનાને 2500 કાર દાનમાં આપી છે.

શું છે વાયરલ પોસ્ટનું સત્ય ?

આ રીતે આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વાયરલ થઈ રહી છે. તે સંપૂર્ણપણે નકલી છે. Gujaratpost Fact Check ટીમને એવી કોઈ માહિતી મળી નથી કે રતન ટાટાએ આ કાર ભારતીય સેનાને દાનમાં આપી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch