Sun,17 November 2024,12:01 am
Print
header

શેરબજારમાં ગુજરાતી રોકાણકારોની સંખ્યા એક કરોડ પહોંચવા આવી, દેશમાં બીજા ક્રમે

(file photo)

અમદાવાદઃ શેરબજારમાં જોવા મળી રહેલી તેજીને કારણે અનેક રોકાણકારો માર્કેટમાં સક્રિય થઇ ગયા છે. શેરબજારમાં રોકાણ કરવામાં ગુજરાતીઓની સંખ્યા વધી રહી છે. આઈપીઓ અને માર્કેટમાં મળતાં સારા વળતરને કારણે ગુજરાતમાંથી શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એક કરોડ પહોંચવા આવી છે. જે દેશમાં બીજા નંબરની સૌથી વધુ સંખ્યા છે.

21 નવેમ્બરના રોજ બીએસઈ પર ગુજરાતી રોકાણકારોની સંખ્યા 99 લાખ પર પહોંચી ગઈ હતી, જે દેશમાં બીજા ક્રમે સૌથી વધુ સંખ્યા છે. મહારાષ્ટ્ર 1 કરોડ 63 લાખ રોકાણકારો સાથે મોખરે છે. 70 લાખ રોકાણકારો સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા, 51 લાખ રોકાણકારો સાથે કર્ણાટક ચોથા અને 49 લાખ રોકાણકારો સાથે તમિલનાડુ પાંચમાં ક્રમે છે.

બીએસઈના એમડી અને સીઈઓ આશિષ ચૌહાણના જણાવ્યાં મુજબ દેશમાં ઇક્વિટી રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. દેશભરના 8.69 કરોડમાંથી માત્ર ગુજરાતમાં જ એક કરોડ જેટલા રોકાણકારો નોંધાયેલા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch