Sun,17 November 2024,7:27 am
Print
header

વધુ એક વાવાઝોડાનો ખતરો ! તાઉતે અને યાસ બાદ હવે ગુલાબ વાવાઝોડાનો ડર

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં પ્રેશર બનતા વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ચક્રવાતી તોફાન ઓડિશાના દક્ષિણ વિસ્તારોમાંથી પડોશી રાજ્ય આંધ્રપ્રદેશ તરફ આગળ વધી શકે છે. વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે, છ મહિના પછી બંગાળની ખાડીમાં ' ગુલાબ' વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તે ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં ચક્રવાતી તોફાન નું સ્વરૂપ ધારણ કરીને તબાહી સર્જી શકે છે. ખતરાને જોતા ઓડિશાના 7 જિલ્લાઓ માં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે, બંગાળમાં ભારે વરસાદની સંભાવનાથી તમામ સરકારી કર્મચારીઓની રજાઓ 5 ઓક્ટોબર સુધી રદ કરી દેવામાં આવી છે.

ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉંડા દબાણનો વિસ્તાર શનિવારે મોડી સાંજ સુધીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે.આ ચક્રવાતી તોફાન દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. હવામાન વિભાગના અંદાજ મુજબ તેની મહત્તમ અસર ઓડિશાના ગોપાલપુરથી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે રહેશે. બંગાળમાં ભારે વરસાદ પડી શકે છે. કોલકાતા, મિદનાપુર, પરગણા સહિત આખા બંગાળમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાહત કમિશનરે કહ્યું કે સરકારે જોખમી વિસ્તારોમાં બચાવ ટીમો મોકલી છે. આ સાથે વહીવટીતંત્રને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવાની સૂચના આપવામાં આવી છે. આ વખતે પાકિસ્તાનને નામ આપવાની જવાબદારી હતી. તેને 'ગુલાબ' નામ આપ્યું છે. આ વાવાઝોડું હાલમાં મધ્ય બંગાળની ખાડીમાંથી ઉત્તર -પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. થોડા મહિના પહેલા ગુજરાતમાં તાઉતે અને અન્ય જગ્યાએ યાસ વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી હતી. તે પછી હવે ગુલાબ વાવાઝોડું તબાહી મચાવે તેવી સંભાવના છે.

ODRF ની 42 ટીમ અને NDRF ની 42 ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના સાત જિલ્લાઓ ગજપતિ, ગંજામ, રાયગઢ, કોરાપુટ, મલકાનગિરી, નબરંગપુર અને કંધમાલમાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch