Sun,17 November 2024,12:58 pm
Print
header

હરિધામ સોખડાના સંત હરિપ્રસાદજી સ્વામીના નિધન પર CM રૂપાણી, અમિત ચાવડાએ વ્યક્ત કર્યો શોક

વડોદરાઃ હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિપ્રસાદજી સ્વામી સોમવારે મોડી રાતે 11 વાગ્યે અક્ષરનિવાસી થયા છે. સ્વામીજીના નિધનથી હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. સ્વર્ગસ્થ હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ 1934માં થયો હતો. તેઓ BAPS સંપ્રદાયના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરૂભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટ્ય દિવસ ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર, જિલ્લા ઉપરાંત દેશ-વિદેશામં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રી મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત અનેક નેતાઓ, ધર્મગુરુઓએ શોક વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હરિપ્રસાદ સ્વામીના નિધન પર ટ્વીટ કરીને લખ્યું, હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અક્ષરનિવાસી થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. યુવાઓમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર-પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ સંસ્કાર ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે.સમગ્ર હિંદુ સમાજના આધ્યાત્મિક જગતને ‘દાસ ના દાસ’ એવા પૂજ્ય સ્વામીજીની ખોટ હંમેશા રહેશે. ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને સર્વે હરિભક્તોને આ અસહ્ય દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.

ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરીને લખ્યું, યોગીજી મહારાજના પરમ શિષ્ય, પ્રખર સમાજ સુધારક, સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શિરોમણી પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીનાઅક્ષરધામમાં જવાથી ઊંડા શોકની લાગણી અનુભવું છું પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ વંદન.

હરિપ્રસાદ સ્વામીજીના નિધન પર વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ ટ્વીટરના માધ્યમથી શ્રદ્ધાંજલી આપતા લખ્યું કે દાસના દાસનું અનંતની સફરે પ્રયાણ, યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા તથા યોગીજી મહારાજના શિષ્ય પરમ પુજ્ય હરિપ્રસાદ સ્વામીજીના નિર્વાણના સમાચાર જાણી દુખી છુ. સ્વામીજી આપણા સૌના હૃદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એ જ એમના પાસે પ્રાર્થના.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch