Sun,17 November 2024,6:59 am
Print
header

અંબાલામાં ભાજપ સાંસદનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર ગાડી ચઢાવી દીધી હોવાનો આરોપ

દેશમાં ખેડૂતો પર અત્યાચાર વધી રહ્યાં છે 

હરિયાણા: લખીમપુર ખીરીની ઘટનાનો  વિવાદ હજુ ઠંડો નથી થયો ત્યાં વધુ એક ઘર્ષણની ખબર સામે આવી છે. હરિયાણાના અંબાલાના નારાયણગઢમાં ભાજપ સાંસદનો વિરોધ કરી રહેલા ખેડૂત પર ગાડી ચઢાવી દીધી હોવાના આરોપ છે. ત્રણ કૃષિ કાયદાઓને લઈને ભાજપના સાંસદો, મંત્રીઓ અને નેતાઓનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની અને નારાયણગઢમાં પરિવહન મંત્રી મૂળચંદ શર્માએ ખેડૂતોના વિરોધને કારણે સૈની ભવન ખાતે આયોજિત તેમનો કાર્યક્રમ અધવચ્ચે છોડી દેવો પડ્યો હતો. 

ખેડૂતોને રોકવા માટે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મુકવામાં આવેલા બેરીકેડીંગ નકામા સાબિત થયા છે. ખેડૂતોના ગુસ્સા સામે પોલીસના તમામ બંદોબસ્ત નકામા બની ગયા, દરમિયાન મંત્રી અને સાંસદના કાફલાની એક ગાડીએ પાછળથી સધૌરા વિસ્તારના એક યુવાન ખેડૂતને ટક્કર મારતા તેને ઇજા પહોંચી હતી. આ પછી ખેડૂતો રોષે ભરાયા અને માલિક, ડ્રાઇવર અને વાહનમાં બેઠેલા નેતાઓ સામે કેસ નોંધવાની માંગણી સાથે સ્ટેટ હાઇવે નંબર એક પર ધરણાં પર બેઠા હતા.

ભાજપના નેતાઓ કોરોના વોરિયર્સનું સન્માન કરવા આવ્યાં હતા

નારાયણગઢ સઢૌરા રોડ પર સૈની ભવન ખાતે કોરોના યોદ્ધાઓના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતમંત્રી સંદીપસિંહ અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની તેમાં ભાગ લેવાના હતા. ખેડૂતો ને આ અંગેની જાણ થતાં તેઓ કાર્યક્રમનો વિરોધ કરવા માટે પહોંચી ગયા હતા. ખેડૂતોએ નારેબાજી કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન એક ખેડૂત ઘાયલ થઈ ગયો હતો. ખેડૂતે લગાવેલા આરોપ પ્રમાણે તેના પર ગાડી ચઢાવી દેવાઇ હતી. 

ખેડૂત સંગઠનોના વિરોધને જોતા પોલીસ વહીવટીતંત્રે ખેડૂતોને રોકવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. સ્ટેટ હાઇવે નંબર એક પર સ્થાનિક મહારાજા અગ્રસેન ચોક, ભગવાન વિશ્વકર્મા ચોક પર પોલીસ બેરીકેડિંગ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં, રસ્તાની વચ્ચે મોટી ટ્રોલીઓ મૂકીને રસ્તાઓને એક રીતે અવરોધિત કરવામાં આવ્યા હતા. કેટલાક પોલીસ કર્મચારીઓ, વોટર કેનન વાહનો, અશ્રુવાયુના શેલ છોડનારા વાહનો પણ સૈની ભવન સુધી અનેક સપાટીના બેરિકેડ સાથે સ્થળ નજીક ઉભા હતા.

કોંગ્રેસ નેતા તહેસીન પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર આ ઘટના સંબંધિત વીડિયો શેર કર્યો છે. ખેડૂતો સ્ટેજ પરથી બોલી રહ્યાં છે કે તેમના એક સાથી પર કાર ચઢાવી દેવામાં આવી છે, સરકારે અત્યાર સુધી કોઈ પગલાં લીધા નથી. ખેડૂતોએ વધુમાં વધુ સંખ્યામાં નારાયણગઢ પહોંચવાની જાહેરાત કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch