હરિયાણાઃ તમારી આંખોમાં આસુ લાવી દે તેવો આ મામલો હરિયાણાના ચરખી-દાદરીના બરહાડાની શિવ કોલોનીનો છે. મૂળ ગોપી વિસ્તારના જગદીશચંદ્ર આર્ય (ઉ.વ-78) અને ભાગલી દેવી (ઉ.વ-77)એ ઝેરની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતરોના પૌત્ર IAS વિવેકના પિતાનું નામ વિરેન્દ્ર છે. વિવેકે 2021 માં આઈએએસ અધિકારી તરીકે હરિયાણા કેડરમાં ટ્રેનીંગ લીધી છે.
IASના દાદા-દાદીની સ્યૂસાઇડ નોટમાં આ શબ્દો લખેલા છે ... હું જગદીશચંદ્ર આર્ય, મારું દુઃખ તમને કહું છું. મારા દીકરાની બરહાડામાં 30 કરોડ રૂપિયાની સંપત્તિ છે, પરંતુ મને આપવા માટે તેની પાસે દિવસમાં બે વાર જમવાનું પણ નથી. હું મારા નાના પુત્ર સાથે રહેતો હતો. 6 વર્ષ પહેલા તેમનું અવસાન થયું હતું. થોડા દિવસો સુધી તેની પત્નીએ અમને સાથે રાખ્યાં, પરંતુ પાછળથી તે ખોટા કામો કરવા લાગી. મેં વિરોધ કર્યો તો તેને મને માર મારીને ઘરે બહાર કાઢી મૂક્યો. ઘરમાંથી કાઢી મૂક્યા પછી, હું બે વર્ષ સુધી એક અનાથ આશ્રમમાં રહ્યો. જ્યારે હું પાછો આવ્યો, ત્યારે તેમને ઘરને તાળું મારી દીધું. આ સમય દરમિયાન મારી પત્ની લકવાગ્રસ્ત થઈ ગઈ હતી, પછી અમે બીજા પુત્ર સાથે રહેવા લાગ્યા હતા.
થોડા દિવસ પછી બીજા પુત્રએ પણ એમની સાથે રાખવાની ના પાડી અને મને વાસી ખોરાક આપવાનું શરૂ કર્યું. આ મીઠુ ઝેર હું કેટલા દિવસ સુધી ખાતો !! તેથી મેં સલ્ફાસની ગોળી ખાઇ લીધી. મારા મૃત્યુનું કારણ મારી બે વહુઓ, એક દીકરો અને એક ભત્રીજો છે. આ લોકોએ અમારા પર જે અત્યાચાર કર્યો છે, તેવા કૃત્ય કોઈ પણ બાળક પોતાના માતા પિતા સાથે ન કરે. જગદીશચંદ્ર આર્યએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે મારી વાત સાંભળનારાઓને પ્રાર્થના છે કે આવા અત્યાચાર માતા-પિતા સાથે ન થાય. સરકાર અને સમાજે આ લોકોને સજા આપવી જોઈએ. તો જ મારા આત્માને શાંતિ મળશે. મારી પાસે બેંકમાં બે એફડી છે, બારહાડામાં એક દુકાન છે, તે આર્ય સમાજને આપી દેજો.આ નોટ લખ્યા બાદ દંપતીએ ઝેરી ગોળીઓ ખાઇ લીધી હતી. તેમને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ વાતની જાણ કરી હતી. પોલીસ જ્યારે આ દંપત્તિ પાસે પહોંચી તો તેમને એક લેટર આપ્યો. તેમની હાલત કથળતી જોઈ પોલીસે બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત થઇ ગયા હતા. પોલીસે આ કેસમાં ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
મૃતકના પુત્ર વિરેન્દ્રએ પોતાના બચાવમાં જણાવ્યું કે ઉંમરના આ તબક્કે બંને બિમારીને કારણે પરેશાન હતા. એટલા માટે તેણે આ પગલું ભર્યું છે. મૃતકોએ પરિવારજનો પર ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરીને આત્મહત્યા કરી છે, આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20