Sat,21 September 2024,8:05 am
Print
header

નૂહમાં સ્થિતિ તંગ, ધાર્મિક સ્થળ પર આગથી દોડધામ, આ જિલ્લાઓમાં ઈન્ટરનેટ 5 ઓગસ્ટ સુધી બંધ

હરિયાણાઃ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસરૂપે નૂહમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નૂહ, ફરીદાબાદ, પલવલ અને ગુરુગ્રામ જિલ્લાના સોહના, પટૌડી અને માનેસર પેટા વિભાગોમાં 5 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. હરિયાણા સરકારે પગલાં લીધાં છે. સરકારે આ અંગે અનેક આદેશ જારી કર્યા છે.

ધાર્મિક સ્થળે આગથી અફડા તફડી

નૂહના તાવડુના કાચા બજાર વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળમાં મધરાતે 12 વાગ્યે આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ધાર્મિક સ્થળમાં આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

તોફાનીઓ પાસેથી નુકસાનીની ભરપાઈ કરવામાં આવશે

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે કહ્યું છે કે અશાંતિ દરમિયાન થયેલા નુકસાનીની ભરપાઈ તોફાનીઓ જ કરશે. આ કેસમાં અત્યાર સુધીમાં 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 60થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી રહી છે. આ ધરપકડ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને કોલ ડેટા રેકોર્ડ્સ તેમજ વીડિયોની તપાસ કર્યાં પછી કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બટાલિયનનું હેડ ક્વાર્ટર નૂહમાં ખસેડવામાં આવ્યું છે. તાત્કાલિક અસરથી લગભગ એક હજાર જવાન નૂહમાં પોતાનો નવો કેમ્પ સ્થાપશે. હરિયાણા સરકારના મંત્રી અનિલ વિજે કહ્યું છે કે મેવાત હિંસા બાદ ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યાં છે. હિંસામાં સોશિયલ મીડિયાના દુરુપયોગની પણ તપાસ કરવામાં આવી રહી છે.

તોડફોડ અને આગચંપી

ગુરુગ્રામ જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે પાંચ ગોડાઉનોને સળગાવી દેવામાં આવ્યાં હતા અને માંસની બે દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ પહોંચે તે પહેલા જ ભીડ વિખેરાઈ ગઈ હતી. બુધવારે બે ઝૂંપડીઓને આગ લગાડવામાં આવી હતી અને એક ચાના સ્ટોલમાં તોડફોડ કરવામાં આવી હતી. અન્ય કેટલીક ઝૂંપડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. VHP અને બજરંગ દળે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં નૂહ હુમલાને લઈને વિરોધ પ્રદર્શન કર્યાં હતા. હડતાલને કારણે હરિયાણા બોર્ડર પર લાંબો ટ્રાફિક જામ થયો હતો, જેને કારણે દિલ્હી અને ફરીદાબાદ વચ્ચેની અવરજવર ખોરવાઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે પણ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા જવાનોની તૈનાતી વધારવા અને નફરત ફેલાવતા ભાષણો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

હરિયાણાના નૂહમાં ટોળાએ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના વાહન પર હુમલો કર્યો હતો અને તેને આગ ચાંપી દીધી હતી. જજ અને તેમની ત્રણ વર્ષની પુત્રી આ હુમલામાં બચી ગયા હતા. આ માહિતી FIRમાંથી બહાર આવી છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) અંજલિ જૈનના વાહન પર હુમલાખોરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને પુત્રી સાથે જીવ બચાવીને ભાગવું પડ્યું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch