Sat,16 November 2024,12:52 am
Print
header

હરિયાણાના નૂહમાં માઈનીંગ માફિયાઓ બેફામ, DSP ઉપર ડમ્પર ચઢાવીને કરી નાખી હત્યા - Gujarat Post

હરિયાણાઃ નુહ જિલ્લામાં માઈનિંગ માફિયાઓ બેફામ બન્યાં છે. ડીએસપી પર ડમ્પર ચઢાવીને તેમની હત્યા કરી નાખી છે. ડીએસપી સુરેન્દ્ર સિંહ વિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું છે. ડીએસપી ગેરકાયદેસર માઈનિંગ રોકવા માટે ગયા હતા. તેમને ગેરકાયદેસર રીતે પથ્થર ભરેલા ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આ ડમ્પર ચાલકે તેમના પર ડમ્પર ચડાવી દીધું હતું. નૂહના એસપી અને આઈજી ઘટનાસ્થળે દોડી ગયા છે. આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ ઘટના ગુરુગ્રામને અડીને આવેલા નુહ જિલ્લાના તાવડુ પોલીસ સ્ટેશન વિસ્તારના પચગાંવ ગામની છે. ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈને ગામને અડીને આવેલા અરવલ્લી પહાડી પર ગેરકાયદેસર ખનન અંગે માહિતી મળી હતી, ત્યારબાદ તેઓ સવારે 11 વાગ્યે તેમની ટીમ સાથે પહોંચ્યાં હતા. પોલીસ ટીમને જોતા જ તેમના ડ્રાઇવર અને ખાણકામમાં લાગેલા લોકો ટેકરી પાસે ઉભેલા ડમ્પર સાથે ભાગવા લાગ્યા હતા. ડીએસપી વાહન રોકવા આગળ આવ્યાં ત્યારે ડમ્પર ચાલક તેમને કચડીને ભાગી ગયો હતો. ટાયર નીચે આવી જતાં ડીએસપીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અકસ્માત બાદ ખનન માફિયાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા ગામડા અને અરવલ્લી પર્વતમાળામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.  

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch