Sun,07 July 2024,6:50 am
Print
header

હાથરસ દુર્ઘટના....બાબા તો કાંડી નીકળ્યાં ! નાના ભાઈની પત્નીએ કર્યો પર્દાફાશ

ઉત્તરપ્રદેશઃ મંગળવારે યુપીના હાથરસમાં સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગ એવી હતી કે થોડી જ વારમાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો હતો. હાથરસની ઘટનામાં 120 લોકોનાં મોત થયા છે. ભોલે બાબાનો ઉપદેશ સાંભળવા માટે દરેક લોકો સત્સંગમાં આવ્યાં હતા. હાથરસમાં બનેલી આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. હોસ્પિટલની બહાર મૃતદેહોના ઢગલા પડ્યાં છે. અનેક પરિવારો રડી રહ્યાં છે. મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. પરંતુ હાથરસમાં મૃત્યુ સત્સંગ કરાવનાર બાબા તેમના અનુયાયીઓ જોવા પણ આવતા નથી. હવે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાનું વધુ એક કૃત્ય સામે આવ્યું છે. તેમના પરિવારના સભ્યએ પોતે જ તેનો પર્દાફાશ કર્યો છે.

પરિવારે કર્યો પર્દાફાશ

સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના નાના ભાઈની પત્નીએ જણાવ્યું કે બાબા તેના બાળકોને મારતા હતા. ભોલે બાબાને હવે તેમના પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી. બાબાએ એક વખત પોતાના બાળકોને પણ માર માર્યો હતો. મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. અમે ક્યારેય ભોલે બાબાના સત્સંગમાં ગયા નથી. તેમ જ અમને તેમની સાથે કોઈ ચિંતા નથી. તે પોતાના ભાઈના મૃત્યું પર પણ આવ્યો ન હતો.

આશ્રમ સેવકોને કોઇ માહિતી અપાઇ ન હતી

હાથરસ સત્સંગમાં આટલી મોટી ઘટના બની છે. 120 થી વધુ લોકોના મોત થયા હતા, પરંતુ કાસગંજના બહાદુરનગરમાં ભોલે બાબાના આશ્રમમાં કોઈ સેવકને દુર્ઘટના વિશે માહિતી આપવામાં આવી નથી. કાસગંજ આશ્રમના કોઈ સેવકને ખબર નથી કે શું થયું અને કેટલા લોકોનાં મોત થયા છે. હવે સવાલ એ છે કે શું આ આશ્રમ સેવકો જાણી જોઈને સાચી માહિતી નથી આપી રહ્યાં અથવા કોઈ એવી વ્યક્તિ છે જે તેમને સત્યથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છે.

બાબા બનવાની સફર ક્યાંથી શરૂ થઈ ?

બાબા સૂરજપાલ કથાકાર સાકર હરિ બાબા ઉર્ફે ભોલે બાબા તરીકે ઓળખાય છે. વિશ્વ સાકર હરિ ઉર્ફે ભોલે બાબામાં સૂરજપાલનું પરિવર્તન આગરાથી જ શરૂ થયું હતું. સૂરજપાલ તેના પરિવાર સાથે કેદાર નગરમાં રહેતા હતા. આધ્યાત્મિકતાની દુનિયામાં આવતા પહેલા તેઓ ગુપ્તચર વિભાગમાં હતા. 1990માં સરકારી નોકરીમાં રાજીનામું આપી અધ્યાત્મ તરફ વળ્યાં હતા. ધીમે ધીમે તેણે સફેદ વસ્ત્રો પહેરીને પોતાની ઓળખ બનાવી, પછી આસપાસની મહિલાઓ માટે બાબા બની ગયા. તે પછી સૂરજ પાલે આગરાના કેદાર નગરમાં બનેલી નાની ઝૂંપડીમાંથી ભોલે બાબા તરીકે સત્સંગ અને પૂજા કરવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં તે સફેદ કપડામાં બાબાના નામથી ઓળખાવા લાગ્યો. હંમેશા તેમના સત્સંગમાં હજારો લોકો આવે છે.

હાથરસમાં શું થયું હતુંં ?

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાવ વિસ્તારમાં ભોલે બાબાનો સત્સંગ હતો. આ સત્સંગમાં અચાનક નાસભાગ મચી ગઈ. તેમાં 120 લોકોના મોત નિપજ્યાં હતા. અત્યાર સુધીમાં લગભગ 76 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર ઇટાહ અને હાથરસ નજીકના જિલ્લાઓ છે, ઇટાહના લોકો પણ સત્સંગમાં ભાગ લેવા આવ્યાં હતા. આગ્રા, સંભલ, લલિતપુર, અલીગઢ, બદાઉન, કાસગંજ, મથુરા, ઔરૈયા, પીલીભીત, શાહજહાંપુર, બુલંદશહર, ફરીદાબાદ, હરિયાણાના પલવલ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, રાજસ્થાનના જિલ્લાઓમાંથી પણ અનુયાયીઓ સત્સંગમાં પધાર્યા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch