Sat,16 November 2024,7:58 pm
Print
header

હેડ કલાર્ક પેપર લીકઃ આરોપી દર્શન વ્યાસના ઘરેથી 23 લાખ રૂપિયા મળ્યાં- Gujarat Post

હિંમતનગરઃ હેડ ક્લાર્ક ભરતીના પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષાના પેપર લીક મામલે 23 લાખ રૂપિયા કબ્જે કરાયા છે. આરોપી દર્શન વ્યાસના ઘરે તપાસ કરતા 23 લાખ રૂપિયાની મોટી રકમ મળી આવી છે. 

અત્યાર સુધીમાં 11 માંથી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. હજુ પણ કેટલાક નામો સામે આવી શકે છે. પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. ધરપકડ કરાયેલા 8 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાશે.

આરોપી જશવંત હરગોવનભાઈ પટેલ, જયેશ ઇશ્વરભાઈ પટેલ, દેવલ જશવંતભાઈ પટેલ, મહેશ કમલેશભા​​​​​ઈ પટેલ, ચિંતન પ્રવીણ પટેલ, કુલદીપ નલિનભાઇ પટેલ, સુરેશ રમણભાઈ પટેલ, સતીષ ઉર્ફે હેપ્પી પટેલ, મહેન્દ્ર પટેલ,દર્શન કિરીટકુમાર વ્યાસ, ધ્રુવ ભરત બારોટનો સમાવેશ થાય છે. પેપર કાંડમાં પહેલા છ અને પછી વધુ બે આરોપીઓની જિલ્લા પોલીસે ધરપકડ કરી છે.મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર છે.આ ગુનામાં પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી આઇપીસી 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કોઇ પણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે, લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડા કરનારા પાપીઓને સજા મળીશે, આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ સહિતના નેતાઓની મહેનતથી આ કૌભાંડ સામે આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch