Sat,16 November 2024,9:09 pm
Print
header

Big News- આખરે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની કબૂલાત, હેડ કલાર્કનું પેપર ફૂટી ગયું હતુ

અરવલ્લી અને સાબરકાંઠાના ઉમેદવારોએ પણ પેપર ખરીદ્યાં હોવાની ચર્ચાઓ તેજ 

ગાંધીનગરઃ ફરી પરીક્ષા લેવાથી બચવા ખોટા ખોટા નિવેદનો કરીને પોતાનો બચાવ કરી રહેલી ભાજપ સરકાર ખુલ્લી પડી ગઇ છે, હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કબૂલાત કરી છે કે હેડ ક્લાર્કનું પેપર ફૂટી ગયું હતુ જેમાં 10 માંથી 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે સાબરકાંઠા ના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ ગઇ છે.ગૌણ સેવા પસંદગી મંડળે આ માટે ગઇકાલે અરજી આપી હતી.આરોપીઓમાં ચિંતન પટેલ, મહેશ પટેલ, કુલદીપ પટેલ, ધ્રુવ બારોટ, દર્શન વ્યાસ, સુરેશ પટેલની ધરપકડ કરાઇ છે અન્ય આરોપીઓની શોધખોળ થઇ રહી છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે કોઇ પણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે, લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડા કરનારા પાપીઓને સજા મળીને રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીની પેપર ફૂટવાની વાત સરકારે કબૂલવી પડી છે આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ સહિતના નેતાઓની મહેનતથી આ કૌભાંડ સામે આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch