Sun,17 November 2024,12:18 am
Print
header

કોરોનાના નવા વેરિઅન્ટ Omicronથી ભારતમાં દહેશત, ઇમરજન્સી બેઠકમાં ગૃહ મંત્રાલયે લીધા મહત્વના નિર્ણયો

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. ભારત સરકાર પણ આ નવા વેરિઅન્ટને લઈ ખૂબ જ સચેત થઈ ગઈ છે. કેંદ્ર સરકાર દ્વારા આ અંગે મોનિટરિંગ વધારવા માટે સૂચનાઓ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. આ નવા વાયરસને રોકવા અને  સર્વેલન્સના પગલાં વધારવા તેમજ રસીકરણને ઝડપી બનાવવા સૂચનો આપવામાં આવ્યા છે.

કોરોનાના નવા પ્રકારને લઈને દહેશતના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં છૂટછાટની સમીક્ષા સહિત કોરોના રસીકરણ અને કોવિડની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે વૈશ્વિક સ્થિતિને જોતા કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય યાત્રી સેવાઓ ફરીથી શરૂ કરવા માટે નક્કી તારીખની ફરી સમીક્ષા કરવામાં આવશે. તપાસ પ્રોટોકોલને કડક બનાવવા માટે એરપોર્ટ, બંદરોના સ્વાસ્થ્ય અધિકારીઓને સંવેદનશીલ બનાવવામાં આવશે.દેશની અંદર મહામારીની ઉભરતી સ્થિતિ પર બાજ નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch