Sat,21 September 2024,5:59 am
Print
header

અમેરિકામાં ભારે તોફાને મચાવી તબાહી, લાખો ઘરોમાં વીજળી ગુલ, તમામ ફ્લાઈટ્સ રદ

અમેરિકાઃ કુદરતનો કહેર તોફાન બનીને અમેરિકાને અસર કરી રહ્યો છે. ભીષણ તોફાન અને વાવાઝોડાએ અહીંના લોકોના જીવનને અસર કરી છે. વાવાઝોડાને કારણે ન્યૂયોર્કથી અલાબામા સુધીના લગભગ 10 લાખ ઘરો અને વ્યાપારી સંસ્થાઓનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વાવાઝોડાનો કહેર એવો હતો કે તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી. તોફાને અમેરિકાના અનેક શહેરોમાં તબાહી મચાવી દીધી છે. આ તોફાનથી લગભગ 5 કરોડ લોકો પરેશાન થયા છે.

ફાયર વિભાગના વડાએ જણાવ્યું કે મંગળવાર સવાર સુધીમાં ઉત્તર કેરોલિનામાં 100,000 લોકો, પેન્સિલવેનિયામાં 95,000 અને મેરીલેન્ડમાં 64,000 રહેવાસીઓ હજુ પણ વીજળી વગરના છે. મંગળવારે સવારે 1000થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ સોમવારે ન્યૂયોર્ક, ફિલાડેલ્ફિયા, એટલાન્ટા અને વોશિંગ્ટન ડીસીના એરપોર્ટ માટે ગ્રાઉન્ડ સ્ટોપ જારી કર્યાં હતા.

વાવાઝોડાને કારણે અનેક લોકોના જીવ ગયા હતા

દક્ષિણ કેરોલિનાના એન્ડરસનમાં તોફાન દરમિયાન 15 વર્ષનો છોકરો તેના દાદાના ઘરે ગયો હતો. આ દરમિયાન કારમાંથી બહાર નીકળતા ઝાડ સાથે અથડાઈ ગયો અને તેનું મોત થઈ ગયું. ફ્લોરેન્સમાં એક 28 વર્ષીય વ્યક્તિ વીજળીનો કરંટ લાગતા મોત થયું હતું. હવામાન વિભાગનું કહેવું છે કે અમેરિકામાં દર વર્ષે સરેરાશ 20 લોકો વીજળી પડવાથી મૃત્યું પામે છે.

સૌથી પ્રભાવશાળી ઘટનાઓમાંની એક

હવામાન વિભાગે આ વાવાઝોડાને સૌથી વધુ પ્રભાવિત ગંભીર હવામાન ઘટનાઓમાંની એક હોવાની ચેતવણી આપી હતી. આ દાયકામાં પ્રથમ વખત, હવામાન વિભાગે ડીસી શહેરમાં ચાર-પાંચ સ્તરનું જોખમ જારી કર્યું છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર સરકારી કર્મચારીઓને વહેલા ઘરે મોકલી દેવામાં આવ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch