Sat,16 November 2024,6:06 am
Print
header

નશા હી નશા, અટારી બોર્ડર પરથી રૂ.700 કરોડનું 102 કિલો ડ્રગ્સ જપ્ત- Gujarat Post

પંજાબઃ ભારતીય કસ્ટમ્સે અટારી ચેકપોસ્ટ પર અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવેલા કન્સાઈનમેન્ટમાંથી 102 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. જે લિકરિસ (લાકડાંનો વેર) જેવા ઘણા સિલિન્ડ્રિકલ લોગમાં છુપાવવામાં આવ્યું હતુ, પોલીસ  અધિકારીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ₹700 કરોડ જેટલી છે, દિલ્હી સ્થિત આયાતકાર દ્વારા અફઘાનિસ્તાનથી આયાત કરાયેલા કન્સાઈનમેન્ટમાંથી નીકળ્યું છે.

અમૃતસર કસ્ટમ્સ કમિશનરના જણાવ્યાં અનુસાર એક્સ-રે મશીન પર સામાનને સ્કેન કર્યાં પછી શનિવારે મોડી રાત્રે પ્રતિબંધિત દવા મળી આવી હતી. જ્યારે બધી થેલીઓ ખોલવામાં આવી ત્યારે કેટલાક નાના નળાકાર લાકડામાં હેરોઇન છુપાયેલું મળી આવ્યું હતું. હેરોઈનને લાકડાંના વહેરથી બંને છેડે સીલ કરેલું હતું. 

આ લોગને તોડતા મશીન દ્વારા બનાવેલ પોલાણ દેખાયું હતું,જે માદક પદાર્થ હોવાની શંકાસ્પદ પાવડરી સામગ્રીથી ભરેલી હતી. કસ્ટમ્સ તેમજ બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) દ્વારા અલગથી ડ્રગ ડિટેક્શન ટેસ્ટ કીટ સાથે આ પદાર્થનું પરીક્ષણ કરતા માદક દ્રવ્યોની સામગ્રી હોવાનું બહાર આવ્યું હતું. લાકડાના લોગનું કુલ વજન 475 કિલો હતું, તપાસ દરમિયાન 102 કિલો હેરોઈન તેમાંથી મળી આવ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch