Sat,21 September 2024,5:56 am
Print
header

હિમાચલમાં ભારે વરસાદને કારણે 60 લોકોનાં મોત, અનેક મકાનો ભૂસ્ખલનની ઝપેટમાં

હિમાચલ પ્રદેશઃ દેશના પહાડી રાજ્યોમાં ફરી એકવાર ભારે વરસાદે તબાહી મચાવી છે. ભૂસ્ખલનની ઝપેટમાં ઘણા ઘરો આવી ગયા છે, જ્યારે ઘણા મોટા રસ્તાઓ પર અવરજવર બંધ થઈ ગઈ છે. હિમાચલથી અત્યાર સુધી 60 લોકોનાં મોતના સમાચાર સામે આવ્યાં છે. હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદે તારાજી સર્જી છે. હિમાચલમાં વરસાદને કારણે 60 લોકોના મોત થયા છે. હજુ અનેક લોકોનાં મોતની આશંકા સેવાઇ રહી છે.

શિમલાના લાલ પાણી વિસ્તારમાં વધુ એક મોટો અકસ્માત થયો છે.જ્યાં અનેક મકાનો ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા હતા.જ્યાં કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે.શિમલાના કૃષ્ણા નગરમાં ભૂસ્ખલનને કારણે અનેક ઘરો દબાઈ ગયા છે. શિમલામાં રવિવારે બે ભૂસ્ખલન બાદ 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતા.મંડીમાં પણ ભારે નુકસાન સાથે 24 લોકોનાં મોત થયા છે.

NH સહિતના 800 રસ્તાઓ ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા છે. વરસાદને કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. 12માંથી 9 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પૉંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે. નદીઓ અને નાળાઓના વહેણને કારણે 400 પીવાના પાણીની યોજનાઓને અસર થઈ છે. ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યાં બાદ સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. શિમલા નગર નિગમે લોકોને ત્યાંથી બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

હિમાચલમાં છેલ્લા બે દિવસમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે જે રીતે અકસ્માતો થયા છે તે જોતાં મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનમાં સેનાના જવાનો પણ સ્થાનિક પ્રશાસનને મદદ કરી રહ્યાં છે. ઘણા લોકોને ખતરાના વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યાં છે.

શિમલા સહિત હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ પૂર અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ છે. અવરજવર શરૂ કરવા માટે રસ્તાઓ પર પડેલા કાટમાળને હટાવવાની જરૂર છે.પરંતુ રસ્તા વગર જેસીબી મશીનો સ્થળ પર પહોંચવું પણ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં એરફોર્સના જવાનો જેસીબી મશીનોને હેલિકોપ્ટર દ્વારા બંધ રૂટ પર લઈ જઈ રહ્યાં છે.

રૂદ્રપ્રયાગની મદમહેશ્વર ખીણમાં સોમવારે પુલનો 200 મીટરનો ભાગ ધોવાઈ ગયો હતો, જ્યાં 52 મુસાફરો ફસાયા હતા. મંગળવારે SDRFની ટીમે આ તમામ લોકોને બહાર કાઢ્યાં હતા. રોપ રિવર ક્રોસિંગ પદ્ધતિ દ્વારા આ લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યાં હતા.વર્લ્ડ હેરિટેજ શિમલા-કાલકા રેલ ટ્રેકને પણ નુકસાન થયું છે. પાટા નીચેથી જમીન ધોવાઈ ગઈ છે. જેના કારણે ટ્રેક હવામાં લટકી રહ્યો છે. ટ્રેનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch