Sun,17 November 2024,5:14 pm
Print
header

હિમાચલઃ ધર્મશાળામાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી, જુઓ વીડિયો

શિમલાઃ દેશના પહાડી વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે હાલત ખરાબ થઇ ગઇ છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઇ છે. વાદળ ફાટવાને કારણે અહીં નદીઓમાં પાણીનું સ્તર તેજીથી વધી ગયું છે. પાણીના તેજ પ્રવાહને કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીઓની આસપાસના તમામ ગામડાઓને એલર્ટ કરાયા છે. સોશિયલ મીડિયા પર હાલમાં આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે. પાણીના તેજ પ્રવાહમાં ગાડીઓ તણાઇ રહેલી જોવા મળી છે. 

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં મેઘરાજાએ  રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પર્યટન વિસ્તાર ભાગસૂ નાગ મંદિર ઐતિહાસિક રૂપથી ઘણું મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. આ મદિર લગભગ 5100 વર્ષ જૂનું છે, કાંગડાના સૌથી જૂના મંદિરોમાંથી એક છે. મંદિરમાં એક ધર્મશિલા આવેલી હતી,સોમવારે વહેલી સવારે વાદળ ફાટ્યું હતું. જેમાં અનેક લક્ઝરી કાર સહિતના વાહનો વહી ગયા છે સોશિયલ મીડિયામાં વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે 

હિમાચલ પ્રદેશમાં વરસાદે કહેર વરસાવ્યો છે. ધર્મશાળા અને રાજધાની શિમલા સહિ‌ત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.સિમલામાં ભારે વરસાદ બાદ ઝાકરી અને રામપુરથી પસાર થતો નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો છે બિહારના 14 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મંડી-પઠાણકોટ હાઇવે પર રાજોલમાં ગજ ખડ્ડ પરનો પુલ ક્ષતિગ્રસ્ત થયો છે. તેથી અહીં ટ્રાફિકજામ થઈ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch