Thu,14 November 2024,12:29 pm
Print
header

હિમાચલમાં હાહાકાર, ઉત્તરાખંડમાં કુદરતનો કહેર, ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા વરસાદથી હવે થોડી રાહત મળવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે. આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીમાં વિવિધ સ્થળોએ ઝરમર વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર અને ઝારખંડમાં પણ વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ઉત્તરાખંડમાં વરસાદી માહોલ જારી રહી શકે છે.

આ દિવસોમાં દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે, આ વરસાદ ઉત્તર ભારતના ઘણા રાજ્યો માટે આફત તરીકે વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી ખરાબ અસર હિમાચલ પ્રદેશમાં જોવા મળી છે. જ્યાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં લોકોએ જાન-માલ નુકસાન થયું છે. જમ્મુ-કાશ્મીરમાં વરસાદને કારણે ભૂસ્ખલનને ઘણા મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

દિલ્હી, હરિયાણા અને પંજાબમાં વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. જો કે આ આખા સપ્તાહ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંજાબના ઘણા શહેરો પાણીમાં ડૂબી ગયા છે. પંજાબમાં એનડીઆરએફની સૌથી વધુ ટીમો તૈનાત કરવામાં આવી છે. હરિયાણામાં હાલમાં નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે પૂરનું સંકટ વધુ છે. બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ ઝારખંડમાં હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગની આગાહી મુજબ 13 જુલાઈ સુધી આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડશે.

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યાં હતા.વીજ ટ્રાન્સફોર્મર અને પાણી પુરવઠા યોજનાઓ પણ બંધ પડી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર 12 જુલાઈથી રાજ્યમાં રાહતની આશા છે. દરમિયાન વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે. રાજ્યના ઘણા ભાગોમાં 17 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 15 જુલાઈ માટે એક કે બે સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શિમલા, સિરમૌર અને કિન્નૌરમાં 24 કલાકમાં પૂરની સંભાવના છે.

દિલ્હીમાં આગામી 6 દિવસ સુધી ઝરમર વરસાદની શક્યતા છે. દરમિયાન 15 અને 16 જુલાઈએ હળવો વરસાદ થવાની સંભાવના છે. આ અંગે બંને દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડમાં હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, 13 જુલાઈ સુધી આ તમામ જિલ્લામાં મુશળધાર વરસાદ પડશે. હવામાન વિભાગે દેવઘર, ધનબાદ, દુમકા, ગિરિડીહ, ગોડ્ડા, જામતારા, પાકુર, સાહિબગંજનો સમાવેશ કર્યો છે. જો કે હજુ સુધી ઝારખંડમાં ચોમાસાની અસર જોવા મળી નથી.

હિમાચલ પ્રદેશની નૂરપુર પોલીસે લોકોને અપીલ કરી છે કે જિલ્લામાં અવિરત વરસાદને કારણે પંડોહ ડેમ (મંડી)માંથી 11 જુલાઈના સાંજે 6 વાગ્યાથી 12 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યા સુધી પાણી છોડવામાં આવશે. લોકોને આગામી થોડા દિવસો સુધી નદી, નાળા અને ડેમ વિસ્તારો જેવા નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે. મથુરાના એસએસપી શૈલેષ કુમાર પાંડેએ જણાવ્યું કે વરસાદને કારણે યમુના નદીનું જળસ્તર વધી રહ્યું છે. નદી કિનારે આવેલા તમામ પોલીસ સ્ટેશનોને આ વિસ્તારમાં તકેદારી વધારવા સૂચના આપવામાં આવી છે. અન્ય એજન્સીઓ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે જેથી પાણી ભરાઈ જવાની સ્થિતિમાં લોકોને તાત્કાલિક બહાર કાઢી શકાય. હિમાચલ પ્રદેશના મનાલીમાં સતત વરસાદ પછી અચાનક પૂર આવ્યું છે, જેના કારણે ભૂસ્ખલન અને પુલ તૂટી પડ્યાં છે.

હિમાચલ પ્રદેશના મંત્રી જગત સિંહ નેગીએ કહ્યું કે મનાલીમાં વૃક્ષો પડી જવાથી અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓને કારણે ઘણું નુકસાન થયું છે. અચાનક પૂરને કારણે ઘરો, જમીન અને બગીચા નાશ પામ્યા છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગને નુકસાન થયું છે. નેટ કનેક્ટિવિટી, વીજળી અને પાણી નથી. અમે ફસાયેલા સ્થાનિક પ્રવાસીઓને ભોજન આપવાની વ્યવસ્થા કરી છે.

સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર આજે ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશના ભાગો અને બિહારમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ કિનારે વરસાદ પડી શકે છે.

ઉત્તરાખંડ રાજ્યમાં સતત ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને સોનપ્રયાગ અને ગૌરીકુંડ ખાતે જતા રોકી દીધા છે.12 જુલાઈએ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ, નૈનીતાલ, ચંપાવત અને ઉધમ સિંહ નગર જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch