Sun,17 November 2024,3:29 am
Print
header

ACB એ 54 વર્ષના આ સરકારી કર્મચારીને 15 હજાર રૂપિયાની લાંચમાં ઝડપી લીધા

સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એકમ અને ટ્રેપીંગ અધિકારી, વી.એન.ચૌધરી, પીઆઇ, સાબરકાંઠા એસીબીની ટીમનું ઓપરેશન 

 

હિંમતનગરઃ એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક લાંચિયા કર્મચારી પર સકંજો કસ્યો છે. ટ્રેપીંગ અધિકારી, વી.એન.ચૌધરી, પીઆઇ, સાબરકાંઠા એસીબી અને સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એકમ તથા તેમની ટીમે 15 હજાર રૂપિયાની લાંચ સાથે એક કર્મચારીને ઝડપી લીધા છે. ઝડપાયેલા 54 વર્ષીય હેમંત ખીમજીભાઈ વાણવી, સિનિયર નિરીક્ષક કાનૂની માપ વિજ્ઞાન તંત્ર, વર્ગ-3, કાનૂની માપ વિજ્ઞાનની કચેરી, મહેતાપુરા, હિંમતનગરમાં નોકરી કરતા હતા.

આરોપીએ શામળાજી અમદાવાદ હાઈવે પર આવેલા ફરિયાદીના પેટ્રોલપંપ પર જ લાંચ લીધી હતી, જે 15 હજાર રૂપિયાની રકમ એસીબીએ રિકવર કરી લીધી છે. ફરીયાદી પેટ્રોલપંપ ધરાવે છે. દર વર્ષે તોલમાપ અધિકારી રૂબરૂ સ્ટેમ્પિંગ કરાવવું જરૂરી હોવાથી આરોપીએ ફરીયાદી પાસે સ્ટેમ્પિંગ કરી (ચકાસણી કરીને સીલ મારવાની) કામગીરી કરવા પેટે 15 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો જેમાં લાંચના છટકામાં આ કર્મચારી આવી ગયા છે.

ટ્રેપીંગ અધિકારી, વી.એન.ચૌધરી, પીઆઇ, સાબરકાંઠા એસીબી અને સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એકમ તથા તેમની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch