Fri,20 September 2024,6:58 am
Print
header

BIG NEWS- પેપર ફૂટવાનો સિલસિલો યથાવત ! ધો-10 નું હિન્દીનું પેપર ફૂટયાનો દાવો થતા શિક્ષણ વિભાગ હરકતમાં- Gujarat Post

શિક્ષણ બોર્ડે પેપર ફૂટ્યાનો દાવો ફગાવી દીધો 

અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડમાં આજે ધોરણ 10માં હિન્દીનું પેપર હતું. પેપરમાં પૂછાયેલા સવાલના જવાબો ફેસબુકમાં આપના અડ્ડા નામના પેજ પર વાયરલ થઇ ગયા હતા.પેપરમાં સવાલના સેક્શન પ્રમાણે હાથથી લખાયેલા જવાબો વાયરલ થયાં હતાં. એવું લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને અડધા કલાકની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળી આવ્યું છે. પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનીટ પહેલા સોશિયલ મીડિયામાં સોલ્વ કરેલુ પેપર ફરતું થતા અનેક સવાલો ઉભા થયા છે.

વાયરલ થયેલા પેપરનો મામલો GSEB સુધી પહોંચતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. શિક્ષણ સચિવ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ પેપરમાં પુછાયેલા સવાલો જ છે કે નહીં. જો કે હજુ સુધી સાબિત નથી થયું કે આજના પેપરના જ જવાબ લીક થયાં છે. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે કહ્યું છે કે પેપરમાં ગેરીરીતિ થઈ હશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.જે સેન્ટર કે જે માધ્યમથી પેપર લીક થયું છે તે તમામ પુરાવા સાથે ફરિયાદ કરીશું.

અગાઉ 2021માં ઓક્ટોબરમાં ગૌણ સેવા પસંદગી મંડળની યોજાયેલી સબ ઓડીટર ની પરીક્ષાનુ પેપર,જુલાઈ માસમાં લેવાયેલી DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાનું પેપર, ડિસેમ્બર મહિનામાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું.વન રક્ષકનું પેપર લીક થયું છે કે કેમ તે અંગે હવે તપાસ બાદ સાચી હકીકત સામે આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch