Sat,16 November 2024,12:07 pm
Print
header

2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટનો ઐતિહાસિક ચૂકાદો, 38 દોષિતોને ફાંસી અને 11ને આજીવન કેદની સજા- Gujarat Post

(2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટની ફાઇલ તસવીર)

  • આરોપીઓ હાલમાં અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રની જેલમાં બંધ છે
  • એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
  • મૃતકોને 1 લાખનું વળતર, વધુ ઇજાગ્રસ્તોને 50 હજાર તથા સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજારનું વળતર ચૂકવાશે

અમદાવાદઃ 2008માં અમદાવાદમાં થયેલા સીરિયલ બ્લાસ્ટનો (2008 ahmedabad serial blast) ચૂકાદો આવ્યો છે. સ્પેશિયલ કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની સજા સંભળાવી છે, 14 વર્ષે આ કેસનો ચૂકાદો આવ્યો છે, અમદાવાદમાં 2008માં 70 મિનીટની અંદર થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટમાં 56 લોકના મોત થઇ ગયા હતા, 200થી વધારે લોકો ઘાયલ થયા હતા.

સ્પેશિયલ કોર્ટે ગત સપ્તાહે 49 લોકોને દોષિત અને પુરાવાના અભાવે 28 લોકોને નિર્દોષ જાહેર કર્યાં હતા. આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને આરોપી નંબર 7ને 2.88 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, વધુ ઇજાગ્રસ્તને 50 હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે.

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટમાં 78 આરોપી હતા. એક આરોપીને બાદમાં સરકારી સાક્ષી બનાવાયો હતો.આ કારણે 77 આરોપી બન્યા હતા.આટલા વર્ષો સુધી ચાલેલી સુનાવણી દરમિયાન 1163 સાક્ષીના નિવેદનો લેવામાં આવ્યાં હતા. પોલીસે 6 હજારથી વધારે પૂરાવા રજૂ કર્યાં હતા. આતંકીઓએ ટિફિનમાં બોંબ રાખીને સાઇકલ પર મુકી દીધા હતા અને શહેરની ભીડભાડ વાળી જગ્યા પર ધમાકા થયા હતા. આ ષડયંત્રમાં ઈન્ડિયન મુઝાહિદ્દીન અને સ્ટુડેંટ્સ ઈસ્લામિક મુવમેંટ ઓફ ઈન્ડિયાના આતંકીઓ સામેલ હતા. ધડાકાની 5 મિનીટ પહેલા આતંકીઓએ ન્યૂઝ એજન્સીને એક ઈમેલ કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch