ગાંધીનગરઃ કોરોના થયા પછી દર્દીઓમાં મ્યુકોમાયરોસીસના વધી રહેલા કેસોને અંકુશમાં લેવા માટે, તેનો સારો ઈલાજ થઈ શકે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની હોસ્પિટલ્સમાં અલગ વોર્ડ શરૂ કરવાનો નિર્ણય લીધો છે આ આયોજનના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરની સિવિલ હોસ્પિટલોમાં મ્યુકોમાઇરોસિસના દર્દીઓ માટે અલાયદા વોર્ડ શરૂ કરવામાં આવશે. મ્યુકોમાઇરોસીસ રોગ વધુ ફેલાતો અટકાવવા માટે દર્દીઓને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મ્યુકોમાઇરોસિસની સારવાર માટે રૂ. 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીનના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં મ્યુકોમાઇરોસીસના 100થી વધુ કેસ સામે આવ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોમાયરોસિસના સંક્રમિતોની સારવાર માટે 60 બેડના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે 19 જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.
મ્યુકોમાયરોસિસના રોગનો વ્યાપ વધે નહીં તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી છે. મ્યુકરમાઈકોસિસ ફુગથી થતો એક ગંભીર રોગ છે. આ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ પ્રસરવા લાગે છે.
મ્યુકરમાઇકોસિસના દર્દીઓ આ ઉપચાર કરી શકે
- એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુંકોનાઝોલ અસરકારક ગણાય
- મ્યુકરમાઈકોસિસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ લો
- મ્યુકરમાઈકોસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દૂર કરાવવા પડે
મ્યુકરમાઇકોસિસથી બચવા શું કરી શકાય
– મ્યુકરમાઈકોસિસથી બચવા માસ્ક પહેરો
– ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરી દો
– વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો
મ્યુકરમાઇકોસિસના લક્ષણો
- એક બાજુનો ચહેરો સોજી જવો
- નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
- માથાનો દુખાવો
- તાવ આવવો, કફ વધવો ,છાતીમાં દુખાવો થવો
- મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો
- આંખમાં દુખાવો, ઓછું કે ઝાંખુ દેખાવું
- શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો થવો
- ઉબકા આવવા કે ઉલટી થવી
- આંતરડામાં રક્તાવ થવો
મ્યુકોમાઇરોસિસના રોગનો શિકાર એવા લોકો બની શકે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગ્સનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ અપાયું હોય, ભેજવાળો ઓક્સિજન લેનારી, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, કુપોષિત કે અવિકસીત નવજાત બાળક, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિનો સમાવેશ થાય છે આ કેટેગરીમાં આવતા તમામને મ્યુકરમાઈકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22