મારા ક્રૂર ભાઈએ મારા પતિને ત્યાં સુધી સળિયાથી માર્યો જ્યાં સુધી તેનું મગજ બહાર ન આવી ગયું- પીડિતા
હૈદરાબાદઃ એક હિંદુ યુવકની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા બદલ ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે,ઘટના હૈદરાબાદના સરૂરનગરની છે, જ્યાં નાગરાજુની તેના સાળાએ રસ્તા પર સળિયા અને છરી વડે હુમલો કરીને હત્યા કરી નાખી હતી, આ ધરપકડ કરાયેલા બે આરોપીઓને શુક્રવારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને આ કેસમાં રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે.
પીડિતાએ છે કે કહ્યું કે મારા ભાઈએ તેને ત્યાં સુધી સળિયાથી માર્યો જ્યાં સુધી તેનું મગજ બહાર ન આવ્યું. તેમને 15-20 મિનિટ સુધી માર્યા પરંતુ ત્યાં ઉભેલા લોકોમાંથી કોઈએ મદદ કરી નહીં.બધા દૂર ઉભા રહીને વીડિયો બનાવી રહ્યાં હતા, મારા પતિનો જીવ બચાવવા કોઈ આગળ ન આવ્યું. મેં મારા ભાઈને કહ્યું હતું કે જો અમને અલગ કરવા માંગતા હોવ તો હું તેને છોડી દઈશ, મારા રાજુને ન મારશો, હું તેમના પગમાં પડીને વિનંતી કરી છતાં મારો ભાઈ માન્યો નહીં. રાજુનું માથું ફોડ્યા પછી પણ તે જીવતો હોવાની શંકામાં તેને સતત મારતો રહ્યો અને 30-35 વખત સળિયા વડે માર માર્યો હતો.
પીડિતાએ કહ્યું કે અમે બંને એક જ ક્લાસમાં સાથે ભણતા હતા. 10 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા. 31મી જાન્યુઆરીએ અમારા લગ્ન થયા. અમારા લગ્નને માત્ર 3 મહિના થયા હતા. મારો ભાઈ લગ્નની વિરુદ્ધ હતો. તેને કહ્યું હતું કે તું મુસ્લિમ છે અને તે હિન્દુ. તું એની સાથે લગ્ન ન કરી શકે, જો તું આમ કરીશ તો બંનેને મારી નાખીશ.
લગ્ન પછી મને ડર હતો કે અમારા પર હુમલો થશે પરંતુ રાજુએ કહ્યું કે 1-2 વર્ષમાં બધું સારું થઈ જશે. જ્યારે હું મારી માતાને યાદ કરીને રડતી ત્યારે રાજુ મને કહેતો કે પરિવાર થોડા સમયમાં તારી પાસે પાછો આવશે. મેં મારી અમ્મીને નાગરાજુ વિશે કહ્યું હતું. મારા અબ્બુ નથી, તેથી જ અમ્મીએ કહ્યું કે નિર્ણય ભાઈ લેશે.તે દિવસે જ્યારે ભાઈને ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયો અને મારપીટ કરી હતી
આટલું બધું થયા પછી અમે પરિવારના સભ્યોને જાણ કર્યાં વિના લગ્ન કરી લીધા અને સરૂરનગરમાં રહેવા લાગ્યા. મને ખબર નથી કે અમારા ભાઈએ અમને કેવી રીતે ઓળખ્યા. તે મારો ભાઈ છે અને હું તેની બહેન છું. મારા શરીરમાં એક જ લોહી છે, હું એટલો ગુસ્સે છું કે હું તેને રસ્તાની વચ્ચે મારી નાખવા માંગુ છું જેને મારા રાજને માર્યો છે. હવે હું અહીં રહીને મારા પતિના પરિવારની સંભાળ રાખવા માંગુ છું. આ માટે સરકાર કે કોઈએ મને નોકરી અપાવવામાં મદદ કરવી જોઈએ.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/listing/Gujarat
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32