Sun,17 November 2024,11:03 am
Print
header

તમારી સાથે પણ થઇ શકે છે આવી છેતરપિંડી, RBL કાર્ડના વેરીફિકેશનના નામે 1.42 લાખ રૂપિયા પડાવી લીધા

ગુજરાતમાં વધી રહ્યાં છે ઓનલાઇન ફ્રોડના કેસો

અમદાવાદઃ રાજ્યમાં ઓનલાઇને ફ્રોડના કેસ સતત વધી રહ્યાં છે. બેંકો અવારનવાર જાહેરાત કરે છે કે બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ કે બેંકના વ્યવહાર માટે મોકલવામાં આવતો ઓટીપી કોઇ પણ વ્યક્તિને આપવો નહીં, છંતા લોકો ભુલો કરીને રૂપિયા ગુમાવી રહ્યાં છે. એક ગઠીયાઓ બેંકના અધિકારી તરીકેની ઓળખ આપીને મોટી છેતરપિંડી છે. આરબીએલ બેંકના ક્રેડીટ કાર્ડના વેરીફિકેશનના બહાને ગઠીયાએ એક વેપારી સાથે રૂપિયા 1.42 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં થઇ છે.

અમદાવાદના નારણપુરામાં રહેતા ઉદય શાહ નામના પ્રોવિઝન્સ સ્ટોર ધરાવતા વેપારી સાથે આ છેતરપિંડી થઇ છે. તેમને માર્ચ મહિનાથી ઘણીવાર આરબીએલ બેંકના ક્રેડીટ કાર્ડ માટેના ફોન આવતા હતા. વેપાર ધંધા માટે કાર્ડની જરૂર હોવાથી તેમને કાર્ડ લીધું હતુ. ગત 2 જી એપ્રિલના રોજ એક અજાણ્યા નંબર પરથી તેમને કોલ આવ્યો હતો, ફોન કરનારે તેની ઓળખ આરબીએલના વેરીફિકેશન ઓફિસર તરીકે આપી હતી. કેટલીક પ્રોસેસ કરીને ઉદય શાહને ઓટીપી આપવા માટે કહ્યું હતું. જેથી એક પછી એક કુલ પાંચ ઓટીપી આપી દીધા હતા. 

જો કે કાર્ડમાં ઉદય શાહની પુત્રીનું ઇમેઇલ આઇડી આપવામાં આવ્યું હોવાથી તેણે ઇમેઇલ ચેક કરતા શંકા ગઇ હતી, તાત્કાલિક તેની માતાને ફોન કરીને તેના પિતાના અન્ય ઓટીપી આપતા રોક્યા હતા.આ દરમિયાન ગઠીયાએ રૂપિયા 1.42 લાખ અલગ અલગ ખાતામાં વ્યવહાર કરી લીધા હતા.આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યારે આવા ફ્રોડથી તમારે પણ સાવચેત થઇ જવાની જરૂર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch