Sun,17 November 2024,7:27 pm
Print
header

કોરોના રસીના બંને ડોઝ લીધા બાદ પણ 76 ટકા લોકો થયા સંક્રમિતઃ ICMRનું રિસર્ચ

નવી દિલ્હીઃ કોરોના રસીકરણ અને સંક્રમણને લઈ આઈસીએમઆરે દેશનું પ્રથમ રિસર્ચ જાહેર કર્યુ છે જે અનુસાર રસીના બંને ડોઝ લીધા બાદ પણ 76 ટકા લોકો કોરોના સંક્રમિત મળ્યાં છે. સંક્રમણની ઝપેટમાં આવ્યાં બાદ તેમાંથી માત્ર 16 ટકા લોકોમાં જ કોઈ લક્ષણ જોવા મળ્યાં નહોતા. જ્યારે 10 ટકાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

રિસર્ચ મુજબ 361 લોકોની તપાસમાં 274નો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રસીના બંને ડોઝ લીધાના 14 દિવસ બાદ પણ આ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં હતા. કોવિશીલ્ડ અને કોવેક્સિનને લઈ ચાલી રહેલા વિવાદ પર આઈસીએમઆરે સ્પષ્ટતા કરી કે કોવિશિલ્ડમાં વધારે એન્ટી બોડી બની રહી છે, જ્યારે કોવેક્સિન લેનારામાં એન્ટિબોડી 77 ટકા જ મળી છે.

ચાલુ વર્ષે 10 જૂન સુધી ચાલેલા રિસર્ચમાં સામે આવેલી વિગત મુજબ 274 લોકોમાં વેક્સિનના બંને ડોઝ લીધા બાદ સંક્રમણની ખબર પડી હતી. તેમાંથી 35 લોકોએ કોવેક્સિનના બંને ડોઝ લીધા હતા, જ્યારે 239 લોકોએ કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા.આઈસીએમઆરના વૈજ્ઞાનિકોએ રિસર્ચ દરમિયાન કોવિશિલ્ડ લેનારા એક વ્યક્તિનું પોસ્ટ સંક્રમણ બાદ મોત થયાની પુષ્ટિ પણ કરી છે.

રસીના બંને ડોઝ લેનારા જે લોકો કોરોનાથી સંક્રમિત થયા તેમાંથી 9.9 ટકાને દાખલ કરવા પડ્યા હતા પરંતુ આ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવામાં 11 દિવસ લાગ્યા હતા.એક વ્યક્તિ હજુ પણ હોસ્પિટલમાં છે. વૈજ્ઞાનિકોના માનવા મુજબ ડેલ્ટા વેરિયંટના કારણે રસીકરણ બાદ લોકો સંક્રમિત થઈ શકે છે. કારણ કે તે એન્ટિબોડી ને ઘટાડે છે. આ વેરિયંટને કારણે બંને ડોઝ લેનારા કોરોનાની ઝપેટમાં આવ્યાં હોવાની વૈજ્ઞાનિકોને આશંકા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch