Sat,16 November 2024,6:11 pm
Print
header

અમદાવાદ IIMમાં કોરોનાનો વિસ્ફોટ, 60 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત- Gujarat post

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે.અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ 2 હજારને પાર થયા છે. શહેરના ઘણા વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. સૌથી વધુ સંક્રમણ અમદાવાદ શહેરમાં છે, ત્યારે અમદાવાદની જાણીતી ઇન્સ્ટિટ્યૂટ IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. 1થી 9 જાન્યુઆરી વચ્ચે 60 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. 805 લોકોના ટેસ્ટ કરતા 60 લોકો પોઝિટિવ આવ્યાં છે.

તારીખ મુજબ નજર કરવામાં આવે તો

તારીખ       કેસ
                   
01-01        05
02-01        05
03-01        05
04-01        02
05-01        06
06-01        15
07-01        11
08-01        10
09-01        06

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. રવિવારે કોરોનાના નવા 6275 કેસ નોંધાયા હતા.1263 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાનો રિકવરી રેટ 95.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી રવિવારે એક પણ મોત થયું નથી. વધુ 93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch