Sat,21 September 2024,3:20 am
Print
header

IIT દિલ્હીના 21 વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાધો, આ કારણ આવ્યું સામે

નવી દિલ્હી: IIT દિલ્હીની વિંધ્યાચલ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ  આત્મહત્યા કરી લીધી છે. કિશનગઢ પીએસને ગત સાંજે 6 કલાકે આ અંગેની માહિતી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગણિત અને કમ્પ્યુટિંગમાં B.Tech (સત્ર 2019-2023) કરી રહેલા 21 વર્ષીય અનિલ કુમારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તે એક્સ્ટેંશન પર હતો કારણ કે તેને તેના કેટલાક વિષયો પૂરા કર્યાં ન હતા અને છ મહિનાના એક્સટેન્શન પર હોસ્ટેલમાં રહેતો હતો.

અનિલને જૂનમાં હોસ્ટેલ ખાલી કરવી પડી હતી

પોલીસના જણાવ્યાં અનુસાર અનિલે જૂનમાં હોસ્ટેલ ખાલી કરવાની હતી, પરંતુ તે કેટલાક વિષયો પાસ કરી શક્યો ન હતો તેને આ વિષયો પાસ કરવા માટે છ મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો. અનિલે જે રૂમમાં આત્મહત્યા કરી હતી તેનો દરવાજો અંદરથી બંધ હતો અને ફાયર વિભાગે તેને તોડી નાખ્યો હતો. ગેટ તોડતી વખતે વિદ્યાર્થીઓ/CMO IIT ના ડીન, મુખ્ય સુરક્ષા અધિકારી, ક્રાઈમ ટીમ, ફોરેન્સિક ટીમો પણ હાજર હતા.પોલીસના જણાવ્યાં અનુસાર આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, હાલમાં મૃતકના પરિવારજનોને આ બનાવની જાણ કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch