બ્રિટનમાં ઋષિ સુનકની હાર બાદ આ દાવો થઈ રહ્યો છે વાયરલ
Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા ફેસબુક અને ટ્વિટર પર વિકિલીક્સનો એક દાવો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટનમાં ઋષિ સુનકની હાર બાદ ભારતની મોદી સરકાર અને તેમના મંત્રીઓના કાળા નાણાંનો પર્દાફાશ થયો છે. મોદીના મંત્રીઓની કાળી કમાણી 14 વર્ષમાં 100 ગણી વધી છે. વિકિલીક્સે બ્રિટનની ગુપ્ત બેંકોમાં કાળું નાણું ધરાવતા ભારતીયોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુર સહિત 24 લોકોનાં નામ હોવાનો દાવો છે.
આ યાદીમાં પીએમ મોદી અને કેબિનેટ મંત્રીઓના નામની આગળ અબજો રૂપિયાની રકમ પણ લખવામાં આવી છે, જે સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે. વિકિલીક્સના ખુલાસાઓનો આ દાવો ફેસબુક પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો છે, આ દાવો ટ્વિટર પર પણ ખૂબ વાયરલ છે.
વાયરલ દાવાની તપાસ દરમિયાન વિકિલીક્સ દ્વારા પ્રકાશિત બ્રિટનની ગુપ્ત બેંકોમાં કાળું નાણું ધરાવતા ભારતીય મંત્રીઓની યાદી અંગે ભારત અને બ્રિટન સહિત વિશ્વના કોઈપણ મીડિયા સંસ્થા દ્વારા પ્રકાશિત કોઈ સમાચાર અમને મળ્યાં નથી. તમામ મીડિયા ગૃહોએ વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેની મુક્તિ અંગેના સમાચાર પ્રકાશિત કર્યાં છે. એટલે કે આ દાવો ખોટો છો અને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે તમે આવી કોઇ જ પોસ્ટ શેર કરતા નહીં
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમેરિકામાં ગૌતમ અદાણી પર મોટો આરોપ, 265 મિલિયન ડોલરને લઈને કરવામાં આવ્યો આ દાવો | 2024-11-21 09:00:19
મહારાષ્ટ્રમાં મતદાનની ધીમી ગતિ, મુંબઈમાં સચિને આપ્યો વોટ, જાણો- ઝારખંડમાં શું છે હાલ ? | 2024-11-20 11:37:26
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન ચાલુ, 4 રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી | 2024-11-20 09:14:13
દિલ્હીની હવા બની ઝેરી, અહીં શ્વાસ લેવો એટલે 50 સિગારેટ પીવા બરાબર- Gujarat Post | 2024-11-19 12:03:33
ED દ્વારા મોટી કાર્યવાહી, સેન્ટિયાગો માર્ટિન અને અન્યનાં ઠેકાણાઓ પરથી રૂ.12 કરોડથી વધુ રોકડ જપ્ત | 2024-11-19 09:00:14
Fack Check: મોહમ્મદ યુનુસે ડોનાલ્ડ ટ્રમ્પને નથી કહ્યાં મસીહા, વાયરલ થયેલો પત્ર નકલી છે | 2024-11-08 09:54:06
Fact Check: સિંહણનો આ વાયરલ વીડિયો ગુજરાતનો છેે, રાજસ્થાનના નામે વાઇરલ થઇ રહેલી પોસ્ટ પર વિશ્વાસ ન કરતા | 2024-10-26 10:43:26
Fact Check: સ્વ.રતન ટાટાએ ભારતીય સેનાને 2500 બુલેટપ્રૂફ કાર દાનમાં આપી હોવાનો દાવો, જાણો સત્ય | 2024-10-15 09:53:15
Fact Check: રામગીરી મહારાજની ટીકા કરતો વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો નકલી છે, તમે પણ ન કરતા શેર | 2024-09-29 10:01:23
Fact Check: ટોચના કમાન્ડરના મોત પર હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહ રડી પડ્યાં હોવાનો દાવો ? જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2024-09-27 09:48:39