Sat,16 November 2024,4:20 am
Print
header

હવામાન વિભાગે આ રાજ્યોમાં ભારે વરસાદની કરી આગાહી, ઓરિસ્સામાં આવી શકે છે ચક્રવાત- Gujarat Post

નવી દિલ્હી: હવામાન વિભાગના (IMD)  જણાવ્યાં પ્રમાણે દક્ષિણ આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં નીચું દબાણ શનિવારે (7 મે, 2022) સાંજે તીવ્ર થવાની સંભાવના છે. આ દબાણ રવિવારે સાંજ સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. અને તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, 10 મેના રોજ ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશાથી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમમાં તોફાન પહોંચી શકે છે.આંદામાન અને નિકોબારમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતા છે. 7 મેથી ઉત્તર પશ્ચિમ ભારતમાં અને 8 મેથી મધ્ય ભારતમાં હીટવેવનો નવો સ્પેલ શરૂ થવાની સંભાવના છે. 

રાજસ્થાનમાં 7 મેથી 9 મેના રોજ અને દક્ષિણ હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં 8 અને 9 મેના રોજ હીટવેવની આગાહી છે, દક્ષિણ આંદામાન સમુદ્ર પર બનેલા નીચા દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનીને સપ્તાહની શરૂઆતમાં આંધ્રપ્રદેશ-ઓડિસ્સાના કિનારા સુધી પહોંચવાની સંભાવના છે, જેને કારણે પૂર્વ કિનારાના રાજ્યોમાં ભારે વરસાદ થશે. લો-પ્રેશર વિસ્તાર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બને તેવી શક્યતા છે, તે 10 મેના રોજ દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.

શુક્રવારે દિલ્હીના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ, પવન અને હળવા વરસાદે પારો અંકુશમાં રાખ્યો હતો,રાજધાનીમાં આગામી સપ્તાહથી ગરમીના નવા સ્પેલ જોવા મળશે તાપમાન 44 ડિ.સે. માર્ક સુધી વધશે. સોમવારથી હીટવેવ વધીને 44 ડિગ્રીને સ્પર્શી શકે છે. શુક્રવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો.બંગાળની ખાડીમાંથી આવતા પવનને કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે વરસાદ થયો હતો.

તેલંગાણામાં હવામાન વિભાગના જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 3-4 દિવસ વાવાઝોડું અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કેટલાક જિલ્લાઓમાં 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યાર બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. 7 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે મોટા ભાગના સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch