Fri,15 November 2024,5:59 pm
Print
header

ઈમરાન ખાનનો દાવો, પાકિસ્તાનના આગામી સેના પ્રમુખ અંગે લંડનમાં લેવાશે નિર્ણય- Gujarat Post News

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો છે કે દેશના આગામી આર્મી ચીફની નિમણૂંકનો નિર્ણય લંડનમાં લેવામાં આવશે. વડાપ્રધાન શાહબાઝ શરીફ તેના માટે તેમના મોટા ભાઈ નવાઝ શરીફને મળવા યુકે ગયા હતા.દેશનો તમાશો લંડનમાં બની રહ્યો છે. દેશની સુરક્ષાના મુદ્દાઓ પર દેશની બહાર નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જનરલ બાજવાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થવા જઈ રહ્યો છે, જેને કારણે નવા સેનાધ્યક્ષની નિયુક્તિની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. લંડનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની નવાઝ શરીફ સાથેની મુલાકાત ઈમરાન ખાનને ખટકી રહી છે.

ઈમરાન ખાને કહ્યું કે 'દેશના મહત્વના નિર્ણયો એ લોકો લે છે જેમણે છેલ્લા 30 વર્ષથી વિદેશમાં બેસીને પાકિસ્તાનને લૂંટ્યું છે.' પીટીઆઈની આ લાંબી કૂચને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યુ કે જે પણ લાયક હોય તેને સેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવે. તે લંડનમાં એક દોષીને મળવા માટે ચોરીના પૈસાથી બનેલા એક ઘરમાં ગયો હતો. એપ્રિલમાં વડાપ્રધાન બન્યા બાદ શહેબાઝ શરીફની લંડનની આ ત્રીજી મુલાકાત છે. ધ ડોન અખબારે લખ્યું છે કે શરીફ બંધુઓ વચ્ચેની આ બેઠક પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થવાના એક મહિના કરતા પણ ઓછા સમય પહેલા થઈ છે. હવે જોવું રહ્યું કે નવા ચીફ કોણ હશે. 

નોંધનિય છે કે ઇમરાન ખાન છેલ્લા ઘણા સમયથી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, તેઓ ફાયરિંગમાં ઘાયલ પણ થયા હતા, તેમ છંતા તેમનો જુસ્સો યથાવત છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch