સુરતઃ લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં એક જ પરિવારના બે સભ્યોની ઘાતકી હત્યા થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મિલકતની વહેંચણી અને દુકાનોમાંથી આવતી લાખો રૂપિયાની આવકને લઇને વિવાદ સર્જાયો હતો. 

લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં મિલકત વિવાદમાં મોટાભાઇએ તેની માતા અને નાના ભાઇને ચપ્પુના ઘા ઝીંકાને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી તપાસ હાથધરી છે