Sat,16 November 2024,10:03 pm
Print
header

જયપુર જવેલરી જેમ્સ ગ્રુપ પર દરોડા, આવકવેરા વિભાગે રૂપિયા 500 કરોડનું કાળું નાણું ઝડપ્યું

રૂપિયા 4 કરોડની રોકડ અને રૂપિયા 9 કરોડની જ્વેલરી જપ્ત 

જયપુરઃ આવકવેરા વિભાગે તાજેતરમાં જ્વેલરી અને રંગીન રત્ન પથ્થરોના ઉત્પાદન અને નિકાસમાં રોકાયેલા જયપુર સ્થિત જૂથ પર દરોડા પાડ્યા છે. જેમાં રૂપિયા 500 કરોડની બિન હિસાબી આવક શોધી કાઢી છે. દરોડા દરમિયાન આઇટી વિભાગ દ્વારા લગભગ 50 જગ્યાઓએ તપાસ કરવામાં આવી છે.

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું કે ટેક્સ વિભાગે રૂ. 4 કરોડની રોકડ અને રૂ. 9 કરોડની જ્વેલરી જપ્ત કરી છે. અત્યાર સુધીમાં રૂ. 500 કરોડનું કાળું નાણું પકડી પાડયું છે.જેમાંથી સંબંધિત જૂથની સંસ્થાઓ દ્વારા રૂપિયા 72 કરોડની ટેક્સ ચોરી પણ સામે આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ આવકવેરા ડિપાર્ટમેન્ટ માટે નીતિ ઘડે છે. CBDT એ દાવો કર્યો છે કે "અર્ધ કિંમતી અને કિંમતી પથ્થરોનો રફ આફ્રિકન દેશોમાંથી આયાત કરવામાં આવે છે, જયપુરમાં તેની પ્રક્રિયા કરવામાં આવે છે. કટ અને પોલિશ્ડ પત્થરોની ઉપજ દબાવવામાં આવે છે, તેનો એક ભાગ રોકડમાં વેચવામાં આવે છે,જે બિન હિસાબી છે.

બિનહિસાબી આવક પછીથી ફાઇનાન્સ બ્રોકર દ્વારા રોકડ લોન આપીને તેના પર ઉંચુ વ્યાજ લેવાય છે, આવી રોકડ લોનના વિતરણના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch