Sat,16 November 2024,1:58 pm
Print
header

અધધ.. પૂર્વ IPS ના ઘરના ભોંયરામાં બનાવ્યાં હતા 650 લોકર, 3 કરોડ રૂપિયા રોકડા મળ્યાં- Gujarat Post

સોનાના ઘરેણાં અને મોટા પ્રમાણમાં ડાયમંડ જ્વેલરી જપ્ત 

નોઇડાઃ વધુ એક પૂર્વ અધિકારી ઇન્કમ ટેક્સ વિભાગના સકંજામાં આવી ગયા છે અને આ વખતે પણ કરોડો રૂપિયાની રોકડ ઝડપાઇ છે. નોઈડામાં પૂર્વ આઈપીએસ અધિકારીના ઘરે દરોડા પાડીને કરોડો રૂપિયાનું કાળુનાણું ઝડપી લેવાયું છે. પૂર્વ IPS આર.એન.સિંહ(IPS RN Singh) ના ઘરમાં જ ભોંયરામાં 650 લોકર બનાવ્યાં હતા. જે જોઇને આઇટીના અધિકારીઓના હોશ ઉડી ગયા હતા. જેમાંથી રોકડ, સોનાના ઘરેણાં અને ડાયમંડ જ્વેલરી મળી છે.

યુપી કેડરમાં 1983 બેચના પૂર્વ આઇપીએસ અધિકારીના નોઈડાના સેક્ટર-50માં આવેલા ઘરમાંથી 3 કરોડ રૂપિયાની રોકડ ઝડપાઇ છે, રૂપિયા ગણવા માટે આઈટીની ટીમે મશિન મંગાવ્યાં હતા. ઘરમાં બનાવેલા લોકરમાંથી રોકડ અને સોનાના ઘરેણા મળ્યાં છે. હજુ ગણતરી થઇ રહી છે.

આઇટીને જાણવા મળ્યું છે કે પૂર્વ આઇપીએસ અધિકારીની પત્ની આ લોકર હાઇપ્રોફાઇલ લોકોને ભાડે આપતી હતી, કરોડો રૂપિયાની જ્વેલરી અને રોકડ મળી આવ્યાં છે આ મામલે હજુ મોટા ખુલાસા થઇ શકે છે. આટલી મોટી રોકડ અને જ્વેલરી આ પૂર્વ આઇપીએસની છે કે અન્ય કોઇ લોકોની તેની પણ તપાસ થઇ રહી છે. નોંધનિય છે કે યુપીમાં થોડા સમય પહેલા પણ આવી જ રીતે વેપારીના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ ઝડપાઇ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch