Fri,15 November 2024,6:09 pm
Print
header

કોહલીએ કરી નાખ્યો કમાલ...ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને દેશને આપી દિવાળીની ભેટ- Gujarat Post

મેલર્બનઃ મેલબોર્નમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવી દીધું છે. છેલ્લા બોલ પર અશ્વિને એક રન બનાવીને ભારતને 4 વિકેટે ધમાકેદાર જીત અપાવી છે. ભારતની જીતમાં કોહલીનો વિરાટ ધમાકો જોવા મળ્યો છે. વિરાટ કોહલીએ અણનમ 82 રન બનાવીને ભારતને જીત અપાવી છે. વિરાટ ઉપરાંત હાર્દિક પંડ્યાએ કમાલની ઈનિંગ રમી હતી, બંને વચ્ચે 113 રનની ભાગીદારી થઈ હતી, હાર્દિકે 37 બોલમાં 40 રન બનાવ્યાં હતા, જ્યારે વિરાટે 53 બોલમાં 82 રન બનાવ્યાં હતા, જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. છેલ્લી 3 ઓવરમાં ભારતે 48 રન બનાવીને જીત મેળવી હતી.

આ પહેલા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યાં હતા. શાન મસૂદે અડધી સદી ફટકારી હતી.  મસૂદે 42 બોલમાં 52 રન કર્યાં હતા, જ્યારે ઇફ્તિખાર અહમદે 34 બોલમાં 51 રન, હાર્દિક અને અર્શદીપને ભારત તરફથી 3-3 વિકેટ મળી હતી. સાથે જ ભુવી અને શમીને ખાતામાં 1-1 વિકેટ મળી હતી.

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, દિનેશ કાર્તિક (વિ.કી.), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

પાકિસ્તાન : બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાન મસૂદ, હૈદર અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ઇફ્તિખાર અહમદ, આસિફ અલી, શાહીન આફ્રિદી, હરીસ રઉફ, નસીમ શાહ

ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાને 159 રન બનાવ્યાં હતા, ભારતીય ટીમે છેલ્લા બોલ પર જઈને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. પાકિસ્તાન તરફથી માત્ર બે બેટ્સમેન જ મોટો સ્કોર કરી શક્યા હતા. ઇફ્તિખાર અહેમદે 51 રન બનાવ્યા હતા જ્યારે શાન મસૂદે 52 રન બનાવ્યા હતા અને તેના આધારે પાકિસ્તાન 159ના સ્કોર સુધી પહોંચી ગયું હતું.  હવે ભારતની જીતની દેશભરમાં ઉજવણી થઇ રહી છે.

 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch